Mysamachar.in-જામનગર
જામનગરમા જિલ્લા પુરવઠા વિભાગની નજર હેઠળ જબરદસ્ત કૌભાંડ કોરોના પીક કાળમાં સસ્તા અનાજનુ સર્જાયુ અને પબ્લીક અજાણ રહી અથવા પુરતો માલ ન મળ્યો હવે રાજ્યમા જે પક્ષની સરકાર એ જ પક્ષની કેન્દ્રમા સરકાર તો જે ફ્રી માલ આઠ મહિના આપવાનો હતો તે ગરીબોને પુરતો અને બધાને મળ્યો નહી તે ચુંટણીમા નહી નડે?? ખુબી એ કે સરકાર એ પક્ષની તંત્ર એની હેઠળ અમુક રાજકીય વ્યક્તિઓની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી તો પણ ન ગરીબોનુ વિચાર્યુ ન પાર્ટીનુ વિચાર્યુ ન વડાપ્રધાને જાહેર કરેલ ફ્રી અનાજ સો ટકા લોકો સુધી પહોચે તે પણ ન વિચાર્યુ પોતાનુ ભલુ ઘણાએ કર્યુ ઘણાએ કરવા દીધુ.
વડાપ્રધાને કોરોનાકાળમા જાહેરાત કરી સસ્તા અનાજ ફ્રી આપવાનુ કહ્યુ હતુ જેમા રેશનવોર્ડમા દર મહિનાની તારીખ 20 સુધીમા રેગ્યુલર ભાવ વાળો માલ વેચાય અને પછી ફ્રી મા આપવાનો માલ આવે હવે જે લોકો 20 તારીખ પહેલા માલ લેવા ન આવ્યા હોય તે 20 તારીખ પછી માલ લેવા આવે હવે ગ્રાહકને છુટ હતી કે ગમે ત્યારે માલ લેવા આવે પરંતુ ઘણાને ખબર ન હતી કે ફ્રી માલ પણ મળે છે, તેમજ રેશન વોર્ડ પર કોઇ બોર્ડ પણ ન હતા માટે ગ્રાહક 20 તારીખ પછી જાય માલ લેવા અને અંગુઠો લગાવે એટલે પૈસાવાળો અને ફ્રી વાળો બંને સ્ટોક તેના એકાઉન્ટમા ગણાય જાય અને દુકાનદારના સ્ટોકમાથી ગાયબ થઇ જાય…
આ સમગ્ર કૌભાંડની મોટાભાગના ગ્રાહકને જાણ ન હતી માટે અમુક દુકાનદારોએ મરજી પડે તેટલો માલ આપ્યો અને ગ્રાહકો કહે છે કે ગમે તેટલા સભ્યકાર્ડમા લખ્યા હોય દસ જ કીલો ઘઉને પાંચ કીલો ચોખા આપી રવાના કરી દે છે, એ ઉપરા્ંત ગ્રાહકોએ એમ પણ કીધુ કે અમને જિલ્લા પુરવઠા અધીકારીના નંબર આપો તો દુકાનદારો આપે નહી ગ્રાહકો એમ પણ કહે છે કે માલ બારોબાર વેચાય છે, ગ્રાહકો એવા પણ આક્ષેપ કરે છે કે કોઇ પુછવાવાળુ નથી તો શું મીલીભગત છે… કારણ કે પુરવઠા નિરીક્ષકોની ફૌજ શું કરતી હતી…? વગેરે અનેક પ્રતિભાવ આ કૌભાંડ અંગે પુછતા જાણવા મળ્યા તેમજ અમુક દુકાનદાર ક્યારે માલ દુકાનમાંથી વેચવા છકડા કે ટેમ્પામા ભરી મોકલે તેમજ શહેરમા શહેરની બાજુમાને જિલ્લામા ક્યા મોકલે અને રોકડી કરે તે તેમજ એમા કોનો-કોનો ભાગ તે પણ સનસનીખેજ વિગતો અંગે પણ જાણવા મળ્યુ છે. આમ એકંદરે સરકારનો ફ્રી અનાજ આપવાનો હેતુ સો ટકા પુર્ણ ન થયો તો સતાધારી પક્ષ ને ચુંટણીમા આ બાબત નહી નડે??