Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મેટ્રોસીટી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કોરોના પોજીટીવ કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે જામનગર વહીવટીતંત્ર દ્વારા પણ લોકો વધુમાં વધુ ટેસ્ટીંગ કરાવે અને જો પોજીટીવ હોય તો સમયસર સારવાર કરાવે તેવી કાર્યવાહી કરી રહ્યું છે, એવામાં છેલ્લા બે દિવસથી કોરોના કેસોની સંખ્યા થોડી વધી રહી છે, જે ચિંતાજનક બાબત છે, ગઈકાલે જામનગર શહેરના 26 જયારે આજે 27 કેસો સામે આવ્યા છે, જયારે ગ્રામીણ વિસ્તારમાં ગઈકાલે 14 કેસ જયારે આજે 18 કેસ નોંધાયા છે.આમ હવે લોકોએ સ્વયમશિસ્ત કેળવી અને નિયમોનું ચુસ્ત પાલન કરવાની જરૂરિયાત હોય તેમ લાગી રહ્યું છે.






