Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં શિક્ષણની વાત આવી એટલે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ્સનું નામ ગમે તેને યાદ આવે… કારણ કે શાળા આજકાલથી નહિ વર્ષોથી બોર્ડના પરિણામોમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ બાજી મારી જ હોય…એવામાં તાજેતરમાં જ લેવાયેલ ગુજકેટની પરીક્ષામાં પણ શાળાએ મેદાન મારી પોતાને નામે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે, 24-Aug-2020 ના રોજ લેવાયેલ ગુજકેટ પરીક્ષાનું 5 Sept 2020 ના રોજ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રિઝલ્ટમાં બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતાં મંઘા આશિષ નારણભાઇએ 120 ગુણમાથી 115 ગુણ પ્રાપ્ત કરીને 99.99 PR તથા મેથ્સમાં 40 માથી 40 ગુણ પ્રાપ્ત કરીને સફળતા પ્રાપ્ત કરેલ છે.
માર્ચ -2020 માં લેવાયેલ બોર્ડ પરીક્ષામાં પણ મંઘા આશીષે 99.99 Sci.PR પ્રાપ્ત કરીને અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આ સમગ્ર જામનગર જીલ્લામાં બોર્ડ તથા ગુજકેટ એમ બનેમાં 99.99 PR પ્રાપ્ત કરીને માત્ર જામનગર જીલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં બ્રિલિયન્ટ સ્કૂલના વિધાર્થીએ સ્કૂલની એક આગવી ઓળખ ઊભી કરેલ છે. આ ઉપરાંત બ્રિલિયન્ટ સ્કૂલમાં અંગ્રેજી મધ્યમાં અભ્યાસ કરતાં મહેતા પ્રશીલે 120 ગુણમાંથી 107.50 ગુણ તથા મેથ્સમાં 40 માથી 40 ગુણ મેળવી 99.79 PR પ્રાપ્ત કરેલ છે. તથા ગુજરાતી મધ્યમાં માંગરોલિયા સાર્થિકે 120 ગુણમાઠી 104.75 ગુણ પ્રાપ્ત કરી 99.06 PR પ્રાપ્ત કરેલ છે.
બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તેમના વિધાર્થીઑ પ્રત્યે હંમેશાથી એવો અભિગમ રહ્યો છે કે તેઓમાં સફળતા મેળવવાના ત્રણ પાયા જેવા કે આત્મવિશ્વાસ, અથાગ પરિશ્રમ અને મક્કમ નિશ્ચિત જેવા ગુણોની વિકાસ થાય આ કારણથી જ પ્રતિવર્ષ પરિણામમાં ઝળહળતી સફળતા સોપાનો સર કરી ઉત્કૃષ્ટ દેખાવ સાથે બ્રિલિયન્ટ સ્કૂલ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે છે.અને શાળાએ વધુ એક વખત સ્પષ્ટ કરી બતાવ્યંગ છે કે બ્રિલિયન્ટ સ્કુલ ઇસ બેસ્ટ.