Mysamachar.in-જામનગર
જામનગરના લાખો નગરજનોના આરોગ્યને જાળવવા તેમજ સુચારૂ રૂપે રોજ નીકળતા 70 થી 80 લાખ લીટર ગંદા પાણીના સુયોજીત નિકાલ ટ્રીટમેન્ટ વગેરે માટે પહેલા વર્લ્ડ બેંકની બાદમાં કેન્દ્ર સરકારની સહાય હેઠળના ભુગર્ભ ગટરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમા અનેક મોટા ભ્રષ્ટાચાર ભંડારાયેલા છે, તે માટે સમગ્ર પ્રકરણોને નજીકથી જાણનારે આપેલી ઉપરછલ્લિ વિગતો જોતા તારણ એવુ નીકળે છે કે આ કૌભાંડ તો રેકર્ડ બ્રેક છે ભલે ઘણુ સમુ- નમુ કરાયુ ઘણુ ભોં મા ધરબાય ગયુ પરંતુ ડોક્યુમેન્ટસ પેમેન્ટસ વર્કસ ડીસ્ક્રીપ્શન પેમેન્ટ અને સ્પેશીફીકેશન ઓફ વર્ક દરેકનો સમન્વય કરી તપાસ કરાવવામાં આવે તો દીવા જેવુ ચોખ્ખુ કૌભાંડ નીકળી પડે અને સ્પષ્ટ દેખાય તેવુ છે,તેમ સુત્રોએ જણાવ્યુ છે… ભલે આ કરોડોની વહેતી ધારામા ઘણાએ ડૂબકીઓ મારી લીધી છે, પરંતુ તે સિવાયના નિષ્ણાંત અને ટેકનીકલ બાબત જાણકાર આ સમગ્ર ગેરવહીવટના પુરાવા એકઠા કરે છે.
તેમ જણાવી સુત્રોએ ઉમેર્યુ છે કે એ જાણકાર વિનાવિધ્ને બધુ એકઠુ કરી શકશે તો ઐતિહાસીક ગુનો સપાટી પર આવે એવી સ્ફોટક બાબતો બહાર આવે તેમ છે જોઇએ હવે શુ થાય છે.? મહત્વની બાબત એ છે કે જામનગરમા અત્યારસુધી પોણા ત્રણસો કરોડ વપરાયા બાદ પણ ભુગર્ભગટરના કામ બાકી હોવાનુ બહાર આવ્યુ છે, ત્યારે આ મામલો તપાસ માંગે તેવી છે કે નાણાના પાણી નહી નાણા ગટર થવા છતા ગટરો કાં પુરી જ ન થાય.? આવી જ ગંભીર બાબત એ છે કે આ જ રીતે મહાપાલીકામા 40 થી વધુ વિસ્તારોમા ભુગર્ભ ગટરના કામ બાકી છે તેમજ જ્યા થયા છે તે ફુલપ્રુફ નથી માટે ભુગર્ભ ગટરના તમામ કામોની બ્લ્યુ પ્રિન્ટ સાથે રાખી સ્થળ વેરીફીકેશન બાદમા સ્પેશ્યલ ઓડીટની જાણકારોએ માંગ કરી હતી કેમકે અઢળક નાણાનુ વળતર નહી અને કામ પણ અધુરા છે છતાય આ દિશામા તપાસ ન થઇ હોય ભ્રષ્ટાચાર હેઠળ ગુનો નોંધાય તો જ સમગ્ર બાબતો બહાર આવે તેમ છે તેમ જાણકારોનુ કહેવુ છે.
બહુ ખાનગી રીતે જાણવા મળ્ય મુજબ ભુગર્ભ શાખામાં ચિપકેલા હાલના ખુબ મહત્વકાંક્ષી અધીકારી બે તેના આસીસ્ટન્ટ તેમજ અન્ય હીસાબને લગત બ્રાંચના બે તેમજ ઓડીટ શાખાના બે તેમજ તે વખતે બહુ ઉધામા કરનાર ચાર પ્રજાસેવક પ્રકારના અને તે ઉપરાંત કોર્પોરેશન સાથે સીધા જોડાયેલા ન હોય પણ સંચાલન હાથમા હોય તેવા પણ બે થી ત્રણની કથિત સંડોવણીની આશંકા હાલ તો જાણકારો જુએ છે, પરંતુ વ્યવસ્થિત ફરિયાદમા નામો ન આવે ત્યા સુધી અનુમાનો અને આક્ષેપો એ તો કોઇ નિર્દોષને બદનામ કરવા જેવુ કે કાદવ ઉછાળવા જેવુ ગણાય માટે હાલ તો નામો બાબતે આંગળીઓ ઉઠાવવા સિવાયના કોઇ નક્કર ખુલાસા થઇ રહ્યા નથી કદાચ બધુ વધુ ખાનગી રાહે તૈયાર થઇ રહ્યુ હોય તેમ છતા આ અણસાર સુત્રોએ આપ્યો મતલબ ધુમાડો છે, તો આગ પણ છે આમેય સરકાર પણ ભ્રષ્ટાચાર સામે આકરી થઇ જ છે જો કે તેમા ઘણાના ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ હીસાબકીતાબ કરવાના હોવાની પણ ચર્ચાઓ છે જો કે પારદર્શી સરકારનો ઇરાદો ભ્રષ્ટાચારોનો પર્દાફાશ કરી જનતાના નાણાના ગેરઉપયોગ અટકાવવા અને પ્રોજેક્ટને ન્યાય આપવા સિવાય બીજો કોઇ ન હોય.