Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર રીતે હાઈવે પર બાયોડીઝલના પંપ સમાન ગેરકાયદેસર હાટડાઓ ખોલી અને સસ્તા ભાવે બાયોડીઝલ જેવો પદાર્થ ધાબડવાના રેકેટનો “માયસમાચાર” દ્વારા લગાતાર બે દિવસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ જે લોકો આવા ગેરકાયદેસર હાટડાઓ ચલાવી રહ્યા હતા તેને પોતાના હાટડાઓ ગઈકાલ સાંજથી જ પગતળે રેલો આવતા બંધ કરી દીધા છે, અને પુરવઠા વિભાગ દ્વારા પણ આ મામલે ડ્રાઈવ શરુ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે ક્યાં સુધી આવા હાટડાઓ બંધ રહે છે કે થોડા દિવસો બંધ રાખ્યા બાદ ફરીથી શરુ થશે કે કેમ તે સવાલ પણ છે.અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લાના એક ફોજદારના આશિર્વાદ સાથે તેમના સગા દ્વારા પણ જે પંપ લાલપુર બાયપાસ નજીક કાર્યરત હતો તે પણ હાલ પુરતો બંધ થઇ ચુક્યો છે.






