Mysamachar.in-જામનગર:
જામનગર શહેર વિસ્તાર તેમજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં તા. 17/7/2020 ના જાહેરનામા થી તા. 27/7/2020 સુધી ચા, પાન, ગુટકાનું વેચાણ કરતા લારી, ગલ્લા, દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવેલ જે સમય અવધીમાં ફેરફાર કરી તા. 22/7/2020 સુધી કરવામાં આવેલ છે. જેથી ચા, પાન, ગુટકાનું વેચાણ કરતા લારી, ગલ્લા, દુકાનો આજથી ખુલી રાખી શકાશે તેમ અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયાએ જણાવ્યું છે.