Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલીકાનુ શૌચાલય કૌભાંડ હાલ તો પાશેરામા પહેલી પુણીની જેમ છાપરે ચડ્યુ છે ત્યારે ઓખા નગરપાલીકા ભાણવડ નગરપાલીકાઓના શૌચાલય કૌભાંડમાં તપાસ દરમ્યાન જ એક બાદ એક કડીઓ મળતી ગઇ હતી તેમ અહી જામનગર મહાનગરપાલીકામા પણ સમગ્ર સ્લમ શાખાની સઘન તપાસ જરૂરી છે,. કેમ કે મંજુર ક્યાક થયુ હોય સુપરવિઝન કોકે કર્યુ હોય ઓકે કોકે કર્યુ હોય બીલ કોકે બનાવ્યા હોય મંજુર કોકે કર્યા હોય તેમજ ઓડીટ શાખામાંથી પણ ઓડીટ કોકે કર્યુ હોઇ કર્મચારીથી માંડી કોન્ટ્રાક્ટ બેઇઝવાળાથી માંડી અધીકારીઓ સુધી તપાસ થવી ઘટે ખાસ કરી બેરાની નીચેનાઓ પણ શંકાના દાયરામા આવે તેમાય એકા-એક ડેપ્યુટી ઇજનેર બની ગયેલ તો ખાસ શંકાના દાયરામાં આવી જ શકે છે.
આ વિષયને ફરીથી જોઇએ તો સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘરે ઘરે શૌચાલય બનાવવામાં રાજ્યભરમાં અગ્રેસર રહેલા જામનગર મહાપાલિકાએ 10000ના લક્ષાંક સામે 13000 જેટલા ટોયલેટ ઉભા કરી દીધા હતા, જોકે જાહેર કરાયેલા આ આંકડા ખોટા હોવાનો અને એક જ ટોયલેટ બ્લોકના બે-ત્રણ એજન્સીઓને નાણાં ચૂકવાય હોવાની પુરાવા સાથેની ફરિયાદ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને કરવામાં આવી હતી, જેમાં તથ્ય જણાતા જામનગર મહાપાલિકાને રિપોર્ટ કરવાનો આદેશ કરાયો હતો, જે દબાવી દેવાયાનો ભાંડો ફૂટ્યો હતો અને શૌચાલય બનાવવામાં કરોડોનો વહિવટ થયાના આરોપ જોર શોરથી થતા હતા.
એક મુદો એવો પણ ગાજ્યો હતો કે 2010 માં જૂની યોજનામાં જે શૌચાલય બન્યા, તેને પણ આ નવી યોજનામા ગણી કાગળ ઉપર કંઇક ખોટા ચિતરામણ ધનલાભ માટે થયેલા અને એક જ ટોઇલેટના 4-5 એજન્સીઓને ચુકવણા થયાના પુરાવા આપવાની જે તે વખતે તૈયારીઓ પણ દર્શાવાઇ હતી તો બીજી તરફ જે જે શૌચાલયો બની ગયા હતા, તેમાંથી અડધો અડધ શૌચાલયો કામમાં આવે એવા ન હોવાનુ લાંબા સમયથી ગાજતુ જ રહ્યુ છે જે ઇરાદા પુર્વક નબળા કામ અને પુરા ચુકવણાના વિષયો છે,. આ વિષયને લગત મોટાભાગે તમામ સ્લમ વિસ્તાર છે અને અતિ ગીચ છે, ત્યાં ઘરે ઘરે શૌચાલય ઉપલબ્ધ નહતા, જ્યા આડેધડ શૌચાલયો બનાવી દેવાયાનુ ચિતરામણ થયુ હતુ પરંતુ મહાપાલિકાએ ઘરે ઘરે તૈયાર કરેલા શૌચાલય પૈકી ઘણા ખરા ઉપયોગમાં લઈ શકાય એમ ન હતા
તેમજ શૌચાલયો એટલી હદે નબળા જ હતા કે એક આંગળી અડાડતાં જ પ્લાસ્ટર ખરી જતા હતા સોસ ખાડાની તો ઠેર ઠેર ફરિયાદ હતી, ક્યાંક તો બીજે માળે ગેલેરીની જગ્યામાં શૌચાલયો ખડકી દેવાયા છે, જેના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી, એટલે લાભાર્થી બનેલા શૌચાલયનો ક્યાંક બાથરૂમ તરીકે, ક્યાંક સ્ટોર તરીકે ઉપયોગ કરતા થયા હતા…..આવી તો અનેક બાબતો છે જેમાં એકથી વધુ લોકો જવાબદારો એજન્સીઓ વગેરે સૌ સંડોવાયેલા છે આ તમામ બાબત મોટાભાગની સ્લમ શાખા જાણતી હોઇ શાખામાંછે…ક ઉપર તેમજ તરત નીચે તપાસ ની સઘન જરૂર હોય તે સ્વાભાવિક છે કેમકે જે નીચેની તરફ સંકેત છે ત્યા ઘણી અરજીઓ ગેરરિતિઓ થયાની તપાસ માંગતી કે આક્ષેપો કરતી આવેલી જ છે.
રાજ્યમાં 100% શૌચાલય બનાવવા માટે જામનગર મહાપાલિકાને રાજ્ય સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, ત્યારે જમીની વાસ્તવિકતા કઈક જુદી જ છે, એક જ લાભાર્થીના શૌચાલય અંગેના વારંવાર ચુકવણા કરવામાં આવ્યા હોવાના પુરાવા સામે આવ્યા પછી આ લક્ષ્યાંકો કેવી રીતે પુરા થયા તે કહેવાની જરૂર નથી તેમજ હવે તપાસની એરણે એસીબી સમગ્ર રેકેટ ઝડપી સિમિત નહી પરંતુ એક કડીમાંથી બીજી બીજીમાંથી ત્રીજી એમ કરતા કરતા સમગ્ર પણે આખા કૌભાંડના મુળ અને ડાળીઓ બધુ જ શોધી કાઢશે તેવી આશા જાણકારો સેવે છે.