Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં આમ તો કેટલાય વાહનો અને તેમાય ચોક્કસ પ્રકારના નંબરો અને મોંઘીદાટ ગાડીઓ ધરાવતા વાહનચાલકોને પવન હોય તેમ પોતાના વાહનો પુરપાટ ઝડપે ચલાવે છે, પણ શું થશે તેનો વિચાર નથી કરતા…એવામાં ગતમોડીરાત્રે જામનગરના ડીકેવી સર્કલ નજીક એક કાર ગુલાટ મારી જવાની ઘટના સામે આવી છે, જેનો ચાલક ગંભીર રીતે ઘવાઈ જતા ત્યાંથી પસાર થઇ રહેલ લોકો લોહીલુહાણ હાલતમાં તેને બહાર કાઢી અને હોસ્પિટલ સારવાર અર્થે રવાના કર્યો હતો.






