Mysamachar.in-જામનગર
જામનગરમાં કોરોના સંક્રમણના પ્રતિદિન કેસો વધી રહ્યા છે, ત્યારે કોવિડના કેસ ભવિષ્યમાં વધે તો આગોતરા પગલાંરૂપે એસિમ્પ્ટોમેટીક અને માઇલ્ડ સિમ્ટમ્સ ધરાવતા દર્દીઓને સારવાર આપી શકાય તે માટે 2 નવા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવશે. જેમાં એક આયુર્વેદ યુનિવર્સિટી અને બીજું જામનગરની ઇ.એસ.આઇ.એસ. હોસ્પિટલને કોવિડ કેર સેન્ટરમાં તબદીલ કરવામાં આવશે. આ અંગે કલેકટર રવિશંકરે ઇ.એસ.આઇ.એસ હોસ્પિટલની મુલાકાત લઇ જરૂરી સૂચનો કર્યા હતા. આ કોવિડ કેર સેન્ટરમાં એસિમ્પ્ટોમેટીક અને માઇલ્ડ સિમ્ટમ્સ ધરાવતા દર્દીઓને સારવાર હેતુ ખસેડવામાં આવશે જયાં તેમને આવશ્યક દરેક સુવિધા અને આવશ્યક મેડીકલ ટ્રીટમેંટ આપી શકાય તે માટે દરેક સવલતોની નિર્માણ હેતુની સૂચના કલેકટરએ આપી હતી. આ મુલાકાતમાં કમિશનર સતિશ પટેલ, મેડિકલ કોલેજ જામનગરના ડીન નંદિની દેસાઇ, સુપ્રિટેંડંટ ડો.તિવારી, કોરોના વાયરસ નોડલ ડો. ચેટર્જી તથા મહાનગરપાલિકાના ડો.પંડ્યા, ડો. ઋજુતા તથા ઇ.એસ.આઇ.એસ. ના ડોકટરો તથા અન્ય સ્ટાફ ઉપસ્થીત રહ્યા હતા.