• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, November 6, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

શહેરના વિકાસ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ વિવિધ કામો અને ખર્ચની વિગતો જાહેર કરતા ચેરમેન સુભાષ જોશી

My Samachar by My Samachar
June 14, 2020
in જામનગર
Reading Time: 1 min read
A A
શહેરના વિકાસ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ વિવિધ કામો અને ખર્ચની વિગતો જાહેર કરતા ચેરમેન સુભાષ જોશી
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની હાલની પદાધિકારીઓની બોડીની વરણી થયા બાદ શહેરનો ચોતરફી વિકાસ થાય તેના માટે તમામ પદાધિકારીઓ અને ખાસ કરીને મનપાના શાશકજૂથ નેતા દિવ્યેશ અકબરી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી દ્વારા વિશેષ જહેમત ઉઠાવીને કરોડોના વિકાસકામોને સ્ટેન્ડિંગ કમિટીએ આ કાર્યકાળ દરમિયાન લીલીઝંડી આપી છે, શહેરમાં શું વિકાસકાર્યોને વેગ આપવામાં આવ્યો તેનો પારદર્શી ચિતાર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશીએ જહેર કર્યો છે, તેના પર મનપા ના ક્યાં વિભાગના શું કામો થયા તેની એક ઝલક મેળવીએ તો….

-સીવીલ શાખા હસ્તકના વિવિધ ઝોન જેવા કે ઈસ્ટ વેસ્ટ, સાઉથ, નોર્થ, તથા સેન્ટ્ર્લ ઝોનમાં સમાવેશ શહેરના તમામ વોર્ડમાં વાર્ષિક મેઈન્ટેનન્સના કામો જેવા કે અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ જુદી જુદી કંપનીઓ દ્વારા ગેસ, ઈલે કેબલ, વોટર પાઇપ લાઇન અન્વયે ખોદવામાં આવેલ રોડને રીપેરીંગ અંગે ખાનગી સોસાયટીઓ ગુજરાત હાઈસિંગ બોર્ડની વસાહતો તથા રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી સી.સી.રોડ સી.સી.બ્લોક,નંદઘર બનાવવા મ્યુનિ સભ્યઓની ગ્રાંટ અન્વયેના કામો પાઇપ /ઓપન ગટરના કામો ,કેનાલ રીપેરીંગ આસ્ફાલ્ટ રોડ પેચવર્કના કામોની સમાવેશ થાય છે. તદઉપરાંત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને મન મુખ્યમંત્રી સડક યોજના અન્વયેના કામો અંતર્ગત સી.સી. રોડ અને સી.સી.બ્લોકના કામો ગટર રીપેરીંગના કામો,પાઇપ ગટર ટ્રાફિક વર્કસના કામોનો સમાવેશ થાય છે. આમ પાંચેય ઝોનમાં 83,99,79,134 નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે,

-વોટર વર્કસ શાખા હસ્તકના કામો અન્વયે શહેરની હદ વધતાં નવા ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા તેમજ શહેરના આગામી વર્ષોના વિકાસને ધ્યાને રાખીને હૈયાત પંપ હાઉસને ડિમોલેશન કરી નવું પંપ હાઉસ સમય અને અનુસંગીક મશીનરીઓ તથા ડીજી સેટ વસાવવા અંગે શહેરમાં જુદી જુદી જગ્યાએ બોર કરી ડંકો ફિટ કરવાના કામ અંગે જુદા જુદા ઇ.એસ.આર હસ્તકના પાઇપ લાઇન નેટવર્કના સ્ટ્રેન્ધનિંગ એન્ડ અપગ્રેડેશન કામો અંગે જુદા જુદા પમ્પિંગ સ્ટેશનો ઉપર એમ એસ પાઇપ ફીટીંગના કામો ઇ,એસ,આર અને ઊંડ-1 સસોઈ ડેમ તથા આજી -3 ખાતે માનવ શક્તિ પૂરી પાડવા અંગે જુદા જુદા ઇ.એસ.આર વિસ્તારોમાં ડી.આઈ પાઇપ લાઇન નાખવાના કામો ડી.આઈ પાઇપો સપ્લાય કરવાનું કામ જુદા જુદા ઇ એસ આર અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની મશીનરી રીપેરીંગ અને મેઈન્ટેનન્સ તથા કેમિકલ ખરીદી અંગેના કામો તથા ડેમ સાઈટે પમ્પિંગ મશીનરી ખરીદીના કામ વાલ્વ ખરીદીના કામો મહાનગરપાલીકાની હદ વધતાં નવા વિસ્તારોમાં વોટર ટેન્કરથી પાણી વિતરણ તથા ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ ઉડ-1 ડેમ તથા અલગ અલગ ઇ,એસ,આર ગુલાબનગર,રણજીતનગર, ગોકુલનગર રવિ પાર્ક જ્ઞાનગંગા વી, જગ્યાએ નવી અધતન મશીનરીઑ સપ્લાય કરી ફિટ કરવાનું અને ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સના કામોનો સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે અલગ-અલગ ઝોન ફિલ્ટર પ્લાંટો અને હેડવર્કસ નો મળી કુલ 58,75,38,564/- નું ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. 

-ભૂગર્ભ ગટર શાખા હસ્તકના કામોમાં સુએઝ પમ્પિંગ સ્ટેશનો ચલાવવા તેની પમ્પિંગ મશીનરી ઓપરેશન મેઈન્ટેનન્સ તથા રીપેરીંગ કામ જુદા જુદા ઝોનમાં ભૂગર્ભ ગટર સંબંધી ફરીયાદોનો નિકાલ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવર કલેકશન નેટવર્કના કામ અંગે પાવર બકેટ મશીનથી સફાઈ કામગીરી ,બેડી વિસ્તારમાં ભૂગર્ભ ગટર અન્વયે ફેઝ -1 નું કામ ભૂગર્ભ ગટર માટે મશીનરી અન્વયે પમ્પો ખરીદી, ભૂગર્ભ નેટવર્ક મજબૂતિકરણ અને વિસ્તૃતિકરણ, ભૂગર્ભ ગટર મીશીંગ લીંકના કામો ભૂગર્ભ ગટર યોજના માટે બાકી રહેતા વિસ્તારમાં સર્વે ,ડિઝાઇન,ડી,પી,આર ડી,ટી,પી તેમજ સુપરવીઝન માટે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સ્લટન્ટની નિમણૂંક લોકભાગીદારી હેઠળના કામો ગઢની રાંગ અંદરના વિસ્તારોમાં બાકી રહેતા ભૂગર્ભ ગટરના કામો અંગે ની સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે અલગ અલગ ઝોન વિસયારો અને વોર્ડ મળી કુલ રૂ.37.49.06.722/-નું ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે.

-પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા ગાંધીનગર રેલ્વે ક્રોસીગ નં 197 થી બેડેશ્વર જંકશન (રિગ રોડ જંકશન) સુધી હૈયાત રોડને ફોર લેન રોડ બનાવવા અંગે :ટાગોર કલ્ચરલ કોમ્પલેક્ષ” સાંસ્કૃતિક માળખાની રચના અન્વયે મહાપ્રભુજી બેઠકની બેઠક રોડ ઉપર ઓડીટોરિયમ અને અનુસંગીક ફેસેલીટી ડેવલપ અંગે સેધ્ધતિક મંજૂરી ઇન્દિરા ગાંધી માર્ગ (સુભાષ બ્રિજથી જ્ઞાનશક્તિ સર્કલ) તથા ખંભાળીયા રોડ (સાત રસ્તા સર્કલથી પાયલોટ બંગલા)પર રોડ ડિવાઇડર બ્લોક નાખવાનાનું કામ તથા ગુલાબનગર મુખ્ય રાતથી અન્નપૂર્ણા ચોકડી થઈ કાલાવડ રોડ તરફ જતાં હૈયાત રસ્તાને વાઈડનિંગ ઉપર અસ્ફાલ્ટ કાર્પેટ હાપા લાલવાડી આવાસ યોજના –એપ્રોચ રોડને આસ્ફાલ્ટ કારપેટ તથા નિલકમલ સોસાયટી સર્કલથી દરગાહ સુધીનો અને સંજીવની મેડિકલવાળી શેરી અસ્ફાલ્ટ કાર્પેટીંગનું કામ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વ્યાયામ શાળા બાનવવાનું કામ તથા અન્નપૂર્ણા ચોકડી પાસેની રિવર બ્રિજથી લાલવાડી સ્કૂલ તથા હાપા માર્કેટીંગ યાર્ડ થઈ રાજકોટ રોડ સુધીના હૈયાત રસ્તાને ફોરલેન બનાવવાની કામ શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓ થર્મોપ્લાસ્ટ પેઈન્ટીંગ દિગ્જામ સર્કલથીએરફોર્સ રોડ તરફ એલ સી નં 199 ઉપર રેલ્વે ઓવર બ્રોજ બનાવવાનું કામ અંગે ઉપરોકત કામો અન્વયે કુલ રૂ. 101,36,43,542 નું ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. 

-ટાઉન પ્લાનીંગ શાખા ટી.પી.ડી.પી. શાખા હસ્તકના કામોમાં વિવિધ ટીપી રોડના સર્વે ડીમાર્કેશન કરીને ખુલ્લા કરવ્યા બાદ તેમાં ડબલ્યુ બી એમ રોડ બાનવવા અંગેનું કામ તથા સેવા સદન-4 થી નાગેશ્વર સુધી 18 મી ડી પી રોડની અમલવારી અંગે લાલપુર બાયપાસ રોસ ઉપર કિર્તિ પાનવાળા ડી પી રોડને જોડતા 18 મી ડી પી રોડની અમલવારી અંગે સાત રસ્તા સર્કલથી શરૂ કરી સુભાષ બ્રિજ સુધીના 30 મી ડી પી રોડની અમલવારી અંગે રાજકોટ રોડ ગુજરાત ગેસની સામેથી શરૂ કરી વિભાપર ગામ તરફ જતાં અને રેલ્વે ટ્રેક સુધીના 24 મી ડી પી રોડની અમલવારી અંગે સએધ્ધાંતીક સ્વીકાર કરી ધોરણસરની કાર્યવાહી કરવા પોલીસ વિભાગને પોલીસ ચોકીના હેતુસર જમીન ફાળવવા અંગે વિગેરેની સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે કુલ રૂ 5,02,89,434/- નું ખર્ચ મંજૂર કરવામાં આવેળ છે.

લાઇટ શાખા હસ્તકના કામો અન્વયે બેડેશ્વર તથા ગુલાબનગર ઓવર બ્રિજ લાઈટીંગ વર્કસ નવા ભળેલા નગરસિમ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ અન્વયેની કામગીરી શહેરમાં ચાર નવા લોકેશનો ખાતે ટ્રાફિક સિગ્નલ ઈન્સ્ટોલેશન અને મેઈન્ટેનન્સનું કામ તથા નવા પોલ ઊભા કરવા પોલ શિફટિંગ તથા સેન્ટ્રલ લાઈટીંગ મેઈન્ટેનન્સ ઉપર સેન્ટ્રલ લાઈટીંગનું કામ નવું હાઈડ્રોલિક ટાવર લેડર વસાવવા અંગે ના સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે કુલ રૂ.3,03,01057/- નું ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે.

 

સોલીડ વેસ્ટ શાખા હસ્તકના કામો અન્વયે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મટીરિયલ્સ રિકવરી સેન્ટર સ્થાપીત કરવા તથા શહેરમાં અલગ અલગ જગ્યાએ 80લિટર કેપેસિટી ત્વિન બીન્સ ખરીદ કરવા અંગે તેમજ એડ્વાન્સ ટેકલ ભરનાર શહેરીજનોને 12 ઌ કેપેસીટી ડસ્ટબીન ફ્રી આપવા ખરીદી અંગે ઢોર ડબ્બા ખાતે ધાસચારો સપ્લાય કરવા અંગે પાવર બકેટ મશીન ખરીદી અંગે વ્હીલ બરોજ ખરીદી અંગે ડસ્ટબીન ખરીદી તથા ડોર ગાર્બેજ કલેકશન કામગીરી અન્વયે કચરા નિકાલ વિગેરે કામોનો સમાવેશ થાય છે.તેમજ નવા ભળેલા વિસ્તારોમાં સમૂહ સફાઈ કરી ગાર્બેજ કલેકશન કરવામાં આવશે તથા પ્રાઈવેટ સોસાયટીઓને સફાઈની સુવિધા માટે સફાઈ કામદાર રાખવા અંગેની ગ્રાંટ ફકવવામાં આવેલ છે. તેમજ પ્રિ મોન્સુન પોસ્ટ મોન્સુન કામગીરી જાહેર લોકેશન ઉપર હાઉસ કીપીંગની કામગીરી સફાઈ કામદારોનું રીવાઇઝ્ડ સેટઅપ ડ મ્પીંગ સાઇટ ઉપર ઉત્પન્ન થતાં કચરાને ટ્રોમેલ પ્રોસેસ કરવા અંગે તથા ક્મ્પોસ્ટ મટિરિયલ વેચાણ અંગેના સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે કુલ રૂ .62,05,59,207/- નું ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે.

એસ્ટેટ શાખા હસ્તકના કામો અન્વયે શહેર અન્વયે શહેરના અલગ અલગ ઝોનમાં જુદી જુદી જગ્યાએ હોડીંગ બોર્ડ લગાડવા કામો તેમજ મહાનગર પાલિકા હસ્તકની જુદી જુદી જમીનોના વિચન ફૂડ ઝોન શોપ ભાડે આપવા અંગે વી આવકો રૂ. 95,83,262/- ની આવક મહાનગર પાલિકાને પ્રાપ્ત થયેલ છે. સ્લમ શાખા હસ્તક જામનગર શહેરમાં અલગ અલગ જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોહના અન્વયે (1) એમ પી શાહ ઉધોગનગર પાછળ (2) રેલ્વે ઓવરબ્રિજ પાસે બેડી વિસ્તાર (3) ધાંચી કોલોની લાલપુર રોડ પાસે EWS-1 EWS-2 આવાસો બાનવવા અંગે બેડી બંદર રોડ ઉપર નાઈટ સેલ્ટર બાનવવા અંગે 20 વર્ષ જૂની આવાસ યોજનાને પાળતોળ કરી તે જ્ગ્યાએ EWS પ્રકારના આવાસ બાનવવા અંગે સેધ્ધાતિક સ્વીકાર તથા અલગ અલગ જગ્યાએ પી પી પી ના ધોરણે પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક બનાવવાના કામનો સમાવેશ થાત છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે કુલ 69,45.00,000/- નું ખર્ચ મજૂર કરવામાં આવેલ છે.

ઉપરોકત વિગતે જુદી જુદી શાખા હસ્તકના કામો અન્વયે કુલ ચારસો એકવીશ કરોડ સતર લાખ સતર હજાર છ્સો સાઇઠના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવેલ છે. આ ઉપરાંત મહાનગર પાલિકાના તમામ કેડરના કાયમી કર્મચારી અધિકારીઑ નિવૃત થાય ત્યારે તેઓની સેવા નિવૃતિ અન્વયે સ્ટેન્ડિંગ કમિટી મીટીંગમાં નિવૃતિ વિદાયમાન અને ચાલુ ફરજે અવશન પામતા કર્મચારી અન્વયે બે મિનિટનું મોણ મૌન પાડીને શોક ઠરાવ પસાર કરવાની પ્રણાલિકા શરૂ કરવામાં આવેલ છે. જામનગર શહેરના વિકાસ કાર્યોમાં મુખ્યમંત્રી વિજાતભાઇ રૂપાણી અને નાયબ મુખાયમંત્રી નિતિનભાઈ પટેલ તેમજ પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ તથા ગુજરાત મ્યુનિ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી દ્વારા હરહમેશ પૂરતો સહયોગ મળી રહેલ છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી આર સી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેંદ્ર્સિંહ જાડેજા(હકૂભા), સાંસદ સભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય રાધવજી પટેલનો સાથ અને સહકાર મળેલ છે.


ઉપરોકત કામોમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોષી અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો (ટીમ)દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. મેયર હસમુખ જેઠવા, ડે.મેયર કરશનભાઈ કરમૂર, શાસપક્ષ નેતા દિવ્યેશભાઇ અકબરી, શાસપક્ષ દંડક જડીબેન સરવૈયા તથા ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા તથા સંગઠન પાંખ તથા કમિશ્નર અને તેઓની અધિકારી ટીમનો સહયોગ મળેલ છે. આગામી સમયમાં છેવાડાના માનવી સુધી સુવિધા અને લાભો પહોંચાડવા માટેના અવિરત પ્રયત્નો રહશે તે માટે સર્વે ટીમ કટીબદ્ધ હોવાનું પણ યાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

રાહત પેકેજ : ‘આવી રહ્યું છે’ ની વાતો…પણ, વિલંબ…

રાહત પેકેજ : ‘આવી રહ્યું છે’ ની વાતો…પણ, વિલંબ…

November 5, 2025
સ્પાયવેર તમારા ફોન કે ડિવાઇસમાં છૂપાયેલો એક ડિજિટલ જાસૂસ

સ્પાયવેર તમારા ફોન કે ડિવાઇસમાં છૂપાયેલો એક ડિજિટલ જાસૂસ

November 5, 2025
ગુજરાતમાં ગામેગામ બોગસ બેંકખાતાં ખૂલી રહ્યા છે !!

એક લોનધારકે ખાનગી બેંકની ‘દાદાગીરી’ને પડકારી અને પછી…

November 5, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

ખંભાળિયામાં બે બાળકોના અપહરણ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

November 5, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

રાહત પેકેજ : ‘આવી રહ્યું છે’ ની વાતો…પણ, વિલંબ…

રાહત પેકેજ : ‘આવી રહ્યું છે’ ની વાતો…પણ, વિલંબ…

November 5, 2025
સ્પાયવેર તમારા ફોન કે ડિવાઇસમાં છૂપાયેલો એક ડિજિટલ જાસૂસ

સ્પાયવેર તમારા ફોન કે ડિવાઇસમાં છૂપાયેલો એક ડિજિટલ જાસૂસ

November 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®