Mysamachar.in-જામનગર:
આમ તો નાના મોટા વિકાસ કામ કે અંતરીયાળ વિસ્તારના કામ થયા વગર આખેઆખુ કોળુ શાકમાં જતુ રહે તેવુ બનતુ રહેતુ હોય અથવા એક જ કામ વારંવાર મંજુર થાય અને એકાદ વખત એ કામ થાય તેવા બનાવ પણ બનતા હોવાનુ ચર્ચાતુ જ હોય છે તેવુ જ જિલ્લામા એક ગામમા થયુ હોઇ પુરેપુરી રકમ ઓહ્યા થયાની ચર્ચા છે, જામજોધપુરના ચુર મા પાણીનો ટાંકો પાઇપલાઇન બની ગયા કે નહી તેવી ફરિયાદ કરી ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ વર્ષ 15/16 દરમ્યાન ટાંકો પાઇપ લાઇન બનવામા ભ્રષ્ટાચાર કર્યો હોવાનુ જણાવી તપાસ માંગી હતી, જેના જવાબમા ડીડીઓ એ જણાવ્યુ હતુ કે કાર્યપાલક ઇજનેર- સિંચાઇ તેમજ જિલ્લા ખેતીવાડી અધીકારી અને આંતરીક અન્વેષણ અધીકારીની ટીમે સંયુક્ત તપાસ કરી હતી અને ભૌતીક ચકાસણી કરતા ત્યા ટાંકો કે પાઇપલાઇનના કામ જોવા જ ન મળ્યુ, માટે જ પ્રશ્ન ઉઠ્યો છે કે ભ્રષ્ટાચાર કેટલો થયો ? ટોટલ ખોટા બીલ કે શુ?ટોટલ કરપ્શન કે શું? અને આ મામલે પગલા લેવાયા કે લેવાશે તે પણ સવાલ તો છે જ.