Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં લોકડાઉનના બીજા તબક્કામાં માર્કેટિંગ યાર્ડ કાર્યરત કરવા માટે હાપા યાર્ડમાં તાજેતરમાં જ એક બેઠક યોજવામાં આવી હતી જેમાં હાપા માર્કેટિંગ યાર્ડ સહિત 2 માર્કેટિંગ યાર્ડ દ્વારા સોશિયલ distance જાળવવાના મુદ્દે એપીએમસી કાર્યરત નહી રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો દરમિયાન જિલ્લા રજીસ્ટારના અધ્યક્ષસ્થાને તા. 20ના રોજ જામજોધપુર કાલાવડ ધ્રોલ અને લાલપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સેક્રેટરી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી અને બાગાયતી અધિકારીની ઉપસ્થિતિમાં એક બેઠક યોજવામાં આવી હતી જેમાં માર્કેટિંગ યાર્ડમાં ૧૪ એપ્રિલના પરિપત્ર સંદર્ભે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી
આ બેઠકમાં આગામી તા. 27 એપ્રિલથી જામજોધપુર કાલાવડ લાલપુર અને ધ્રોલ એપીએમસીમાં જાહેર હરરાજી(માત્ર અનાજ અને કઠોળ) શરૂ કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન મુજબ દરરોજ ૫૦ થી ૬૦ ખેડૂતોને મેસેજ આપીને કે ટેલિફોનથી સંપર્ક સાધી તેમને કઈ તારીખ અને સમયએ બજાર સમિતિમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે અને ખેડૂતએ બજાર સમિતિમાંએ સમય અને તારીખે ઉપસ્થિત રહેવાનું રહેશે આ પ્રક્રિયામાં અન્ય ખેડૂતોને એપીએમસીમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.