Mysamachar,in-જામનગર
કોરોના વાયરસની અસર ગુજરાતમાં પહોચી ચુકી છે, અને કુલ 5 કેસો બે દિવસમાં પોજીટીવ નોંધાયા બાદ તંત્ર વધુ સાબદું બન્યું છે, અને કેમ પણ કરીને લોકોને આ વાયરસથી દુર રાખી શકાય તેના માટે કાયદાકીય સહિતના તમામ પગલાઓ તંત્ર લઇ રહ્યું છે, એવામાં આજે તકેદારીના ભાગરૂપે જામનગર જીલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, એટલે કે હવે થી ચારથી વધુ લોકો ભેગા થઇ શકશે નહિ…
આ જાહેરનામાંમાં એક ખુબ મહત્વનો ઉલ્લેખ પણ કરવમાં આવ્યો છે, જે એ લોકોને લાગુ પડે છે કે જેવો સોશ્યલ મીડિયામાં આડેધડ મેસેજ કરી રહ્યા છે, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ આર.વી.સરવૈયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાંમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશ્યલ મીડિયા મારફતે ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,
-ગતરાત્રીથી કમિશ્નરને નામે મેસેજ વાઈરલ થઇ રહ્યા હતા,…
આવા સંવેદનશીલ સમયમાં પણ કેટલાક તત્વોને શું સુજતુ હશે તેમ કોઈ કમિશ્નર જામનગરને નામે આજે રાત્રે 10 વાગ્યાથી હવામાં દવાનો છટકાવ કરવામાં આવશે તેવા મેસેજ ફરતા કર્યા બાદ આજે બપોરે મ્યુ.કમિશ્નર સતીશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં આ વાતનું ખંડન કર્યું હતું, અને આવી કોઈ દવા ના હોવાની વાત પણ તેવોએ કરી હતી.