Mysamachar.in:જામનગર:
જામનગર જીલ્લા જોડિયા તાલુકામાં થોડાવર્ષો પૂર્વે કરોડોના ખર્ચે ભૂર્ગભગટરનું નિર્માણ કરવમાં આવ્યા બાદ હવે ભ્રષ્ટાચારની બુ ગટરના કામોમાંથી આવી રહી છે, અને કામ લોટ પાણીને લાકડા થયાના આક્ષેપો થઇ રહ્યા છે, ત્યારે જોડિયા ભૂગર્ભગટરમાં થયેલો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવા કમિટી ત્રાટકી પરંતુ તેનાથી હજુ સમગ્ર ગેરરીતી હજુ ખુલ્લી પડવાની બાકી જ છે, જિલ્લાના જોડિયામાં દસ કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ ભૂગર્ભ ગટરમાં લોટ-પાણી‘ને લાકડ કરીને ઝડપી કામ પૂર્ણ કર્યા બાદ ઠેર-ઠેર ગટર છલકાવાથી માંડીને જોડિયાવાસીઓ માટે ભૂગર્ભ ગટર માથાનો દુ:ખાવો સાબિત થયા બાદ અંતે જિલ્લા પંચાયત દ્વારા કમિટી બનાવીને તાબડતોબ જોડિયા ખાતે ત્રાટકવાની તૈયારી શરૂ કરવામાં આવતા ચકચાર જાગી હતી,
જામનગર જિલ્લા પંચાયતની તાજેતરમાં મળેલ સામાન્ય સભામાં જોડિયા ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉઠાવીને તાકીદે કમિટીની રચના કરવાની માંગણી કર્યા બાદ સામાન્ય સભામાં જ પ્રમુખની અધ્યક્ષસ્થાને કમિટી બનાવવામાં આવી હતી, ત્યારે બીજી તરફ વારંવાર ફરિયાદ છતાં સરકારમા બેઠેલા પક્ષના એકપણ નેતા ડોકાયા નથી તે પણ વિચારવા જેવુ અને સમીક્ષા કરવા જેવુ હોય તેમ લાગે છે, બીજી તરફ આ કમિટી તા.28ના રોજ હેમત ખવા સહિતનાઓની આગેવાની હેઠળ સિંચાઈ વિભાગના ઈન્ચાર્જ ઈજનેર, બાંધકામ વિભાગના ઈજનેર અન્ય અધિકારીઓ તેમજ પાંચ મજૂર માણસોને પાવડા-કોદરી સહિતના સાધનો સાથે ત્રાટકી હતી અને જોડિયા ખાતે ભૂગર્ભ ગટરનો ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો છે, પરંતુ સંપુર્ણ ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવાનો બાકી છે અને જોડીયા સિવાયના અમુક ગામોમા હજુ ભુગર્ભ ગટરના કામોની બ્લ્યુ પ્રિન્ટ સાથે તપાસ જરૂરી હોવાનુ લગત ગ્રામજનોઅને સુધરાઇ વિસ્તારના શહેરીજનો જણાવે છે.






