Mysamachar.in-જામનગરઃ
વર્ષ 2020ની શરૂઆતથી જ ઠંડીનું જોર વધ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી એટલી ઠંડી પડી રહી છે કે લોકો તાંપણા કરવા મજબૂર બન્યા હતા. આજે ગુરુવારે જામનગરવાસીઓ પણ ઠંડીમાં થરથર્યા હતા. જામનગરમાં તાપમાનનો પારો 10 ડિગ્રી રહ્યો હતો, જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું છે. તો હવામાં 74 ભેજનું પ્રમાણ સાથે 9.1 કિમી પ્રતિકલાક નોંધાયો છે. જો કે હજુ પણ ઠંડીમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં હજુ ઠંડી વધશે અને 24 કલાક સુધી વાદળિયું વાતાવરણ રહેવાને કારણે ઠંડીનો જોર વધવાની આશંકા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાનાં કારણે ગુજરાતમાં આગામી 10 દિવસ અતિભારે ઠંડી અને પવનો ફૂંકાવાથી કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. કચ્છનાં વડા મથક ભુજમાં નલિયામાં પણ વધારે ઠંડી પડી હતી. ભુજનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી જ્યારે નલિયામાં 8 ડિગ્રી તાપમાન હતું. આ સાથે અમદાવાદમાં 11 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.