Mysamachar.in-જામનગર:
જામનગરમા વીજચોરીની નવી મોડેસ ઓપરેન્ડી ખુલ્યા બાદ પરદો કોણે પાડ્યો? તે સવાલમા અનેક સ્ફોટક વિગતો સમાયેલી છે જેમાં તપાસ કરનારથી માંડી ફોન કરી ભલામણ કરનારાઓ અને તડજોડ નિતિ અખત્યાર કરનાર સહિત સૌ શંકાના દાયરામા આવે તે સ્વાભાવિક છે, ત્યારે વીજવિભાગનુ હિત ન વિચારી જંગી વીજચોરીને ઓથ આપી સાવ પરદો પાડવા એક આખી લીંક કામ કરી ગયાની ફરી ચર્ચા જાગી છે, જામનગરમાં વીજચોરીનું અગાઇ સરકીટ કૌભાંડ ખુલ્યુ હતુ અને અનેક ગુના નોંધાયેલા ઘણાની ધરપકડ થઇ દંડ સહિત કરોડો રૂપિયા વસુલ થયેલા ત્યાર બાદ વીજ મીટરના રીડીંગ પેન્ડીંગ રાખી લાંબો સમય થઇ જાય એટલે મીટરને શોટ મારી બહારથી જ ડીસપ્લે ઉડાડી દઇ લેબોરેટરી ચેંકીંગમાં પણ ન ઝડપાય તેવી મોડેસ ઓપરેન્ડી અમુક સ્થળેથી પકડાયાનું વિશ્ર્વસનીય સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.
આવા વીસેક સ્થળોએથી ઝડપાયેલી ઓપરેન્ડીના સ્થળોના સી.સી.ટીવી ફુટેજ મળ્યા હતા તેના ઉપરથી કારસ્તાન કરનારાઓની ફાઈનલ ઓળખવિધી થઇ હતી. પીજીવીસીએલ સર્કલના શહેરના સાતરસ્તા સબડીવીઝન, નગરસીમ અને ઉદ્યોગ વિસ્તારમાં અમુક સ્થળોએ અમુક કારખાનાઓ જુદા જુદા પ્લાન્ટ વગેરેમાં પ્રથમ ગુપ્ત તપાસમાં આવા ત્રણ ડઝનથી વધુ જેટલા કેસો સામે આવ્યાની પ્રબળ આશંકા હતી, અમુક થ્રી ફેઝ હેવીલોડ કનેક્શનોમાં દરમહિને માત્ર ૫૦ કે આજુબાજુના યુનીટોના બીલ ઇસ્યુ કરી બાકીના રિડીંગ પેન્ડીંગ રખાય છે. બાદમા એકાદ વરસ જેટલો સમય થઇ જાય એટલે એક લાખથી માંડી બે લાખ જેટલા યુનીટ ચઢી જાય એટલે બાહ્ય ડીવાઇસથી શોટ આપી મીટરની ડીવાઇસ ઉડાડી દેવાય છે,
સિફતથી થતા આ કારસામાં કાળજી લેવાય છે કે ડિજીટલ રીડીંગ પણ ન દેખાય. એટલુ જ નહી સમગ્ર ગેરરિતિમાં અમુક મીટર રીડર અમુક અગાઉ ઝડપાયેલ કર્મચારી કદાચ કોઇ સ્ટાક અને અન્ય કોઇ તપાસમાં ખુલે તેવા અનેક સાથે વીજ જોડાણ ધારકોની સંડોવણી ખુલવાનુ અનુમાન થઇ રહ્યુ હતુ, પરંતુ જોવાની ખુબી એ છે કે આ સનસનીખેજ કેસોમાંથી જુજ જ ગુના નોંધાયા બાકીના કેસોમા શુ થયુ એ સવાલ છે, દેખીતુ છે આવી જંગી મોડસઓપરેન્ડી અંગે ઉચ્ચ અધીકારીઓ અજાણ હોય તેવુ બને જ નહી તો પરદો કેમ પડ્યો આ માટે લીંકઅપ કોણે કર્યુ તે સવાલોમા તપાસ કરનારા જે તે વખતનામાં થી કોઇ કર્મચારીથી માંડી જેમની પાસે સતા છે, તેવા કોઇ ઉપરાંત નીચે ઉપર વચ્ચે વારંવાર સેતુ બનનાર સર્કલના "વામન" સહિત અનેક શંકાના દાયરામા આવે છે.