Mysamachar.in-જામનગર:
આગામી રજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા જામનગર અને થિવિમ વચ્ચે હોલીડે સ્પેશિયલ ટ્રેન ચલાવશે. આ વિશેષ ટ્રેનોનું ભાડુ ખાસ ચાર્જ સાથે ચૂકવવા પાત્ર રહેશે. ટ્રેન નં. 09564/09563 જામનગર-થિવિમ વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન(વસઇ રોડ થઈને) (2 સેવાઓ) ટ્રેન નં. 09564 જામનગર-થિવિમ સ્પેશિયલ ટ્રેન 27 ડિસેમ્બર, 2019 ને શુક્રવારે સવારે 10.20 કલાકે જામનગર થી ઉપડશે, તેજ દિવસે બપોરે ૧૨.૨૦ વાગ્યે રાજકોટ અને બીજા દિવસે સવારે 12.30 કલાકે થિવીમ પહોંચશે. આવી જ રીતે પરત પ્રવાસ દરમિયાન ટ્રેન નં. 09563 થિવિમ-જામનગર સ્પેશિયલ ટ્રેન 28 ડિસેમ્બર 2019 ને શનિવારે થિવિમ થી બપોરે 13.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧૪.૩૦ કલાકે રાજકોટ અને સાંજે 17.10 કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. આ મુસાફરી દરમિયાન ટ્રેન હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, ખેડ, ચિપલૂન, સંગમેશ્વર રોડ, રત્નાગિરિ, કાંકાવલી, કુડાલ અને સાવંતવાડી રોડ સ્ટેશનો પર રોકાશે, ટ્રેન નં. 09564 નું બુકિંગ બધા આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર 26 ડિસેમ્બર, 2019 એટલે કે આવતીકાલથી શરૂ થશે..