Mysamachar.in-જામનગર:
દિવાળીનો તહેવાર જેમ ફટાકડા અને મો મીઠા કર્યા વગર અધુરો છે, તે જ રીતે દિવાળીનો તહેવાર રંગોળી વિના પણ અધુરો છે, ઘરની મહિલાઓ રંગોળી કરવા પાછળ કલાકોની જહેમત ઉઠાવે છે જે બાદ રંગોળીઓ માત્ર કલર જ નહિ પરંતુ ખરા અર્થમાં ઉપસી આવી હોય તેવું જોવા મળતું હોય છે, જામનગરમાં પણ આ વર્ષે કેટલીક રંગોળીઓએ વિશેષ આકર્ષણ જગાવ્યું હતું, જેમાં કમિશ્નર બંગલો નજીક વસવાટ કરતા રોશનીબેન પાડલીયા છેલ્લા સાતવર્ષથી માત્ર “રાધાકૃષ્ણ”ની થીમ પર જ રંગોળી બનાવે છે, આ વર્ષે પણ તેવોએ પોતાના ઘર આંગણે વિવિધ કલરોથી રાધાકૃષ્ણ ની રંગોળી બનાવી હતી, તો વાલકેશ્વરી નગરીમાં રહેતા રીધ્ધીબેન શેઠ પણ દરવર્ષ ધ્યાન ખેંચનારી રંગોળીઓ બનાવવા માટે જાણીતા છે,
રીધ્ધીબેન શેઠે આ વર્ષ જામનગર સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસતા વરસાદના જોવા મળેલા રૌદ્ર સ્વરૂપનું અને મનુષ્ય કુદરત સમક્ષ કેટલો લાચાર અને પાંગળો છે તેના અનુભવનું રંગોળીમાં આબેહૂબ નિરૂપણ છેલ્લાં દસેક વર્ષથી વિવિધ વિષય વસ્તુઓ પર રંગોળીનું સર્જન કર્યું છે, પાણીમાં તરૂણ એક આછા સ્મિત સાથે એક હાથમાં ચા ની કીટલી અને એક હાથમાં રકાબી લઈ ને પોતાનું રોજીંદુ કામ કરતો હોય જે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ મનુષ્ય એ ધીરજ અને સ્મિત રાખી ખુશ રહેવાનો સંદેશ આપે છે.તો શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતા નમ્રતાબા યુવરાજસિંહ જાડેજાએ પણ ઘરઆંગણે આકર્ષક રંગોળી બનાવી છે.