Mysamachar.in-જામનગર:
જામનગર શહેર રાજ્યમાં સૌથી વધુ ડેન્ગ્યુ ના કેસો ધરાવતું શહેર બની ગયાનું તાજેતરમાં જ રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠકમાં સામે આવ્યું હતું, જે બાદ આજે જામનગર જી.જી.હોસ્પિટલમાં વધુ એક ડેન્ગ્યુ પોજીટીવ સરદારનગર વિસ્તારમાં વસવાટ કરતા ૨૩ વર્ષીય યુવકનું મોત નીપજતા આરોગ્યતંત્ર દોડધામમાં મુકાઈ ગયું છે, વધુમાં એક જ દિવસમાં ૬૦ કેસો ડેન્ગ્યુ પોજીટીવના સામે આવ્યા છે.