Mysamachar.in-જામનગર:
જામનગરની અદાલતમાં હાલમાં ખુબજ રસપ્રદ અને લાગણીસભર મુકદમો દાખલ થયેલ.જેમાં જામનગર જીલ્લાના શેખપાટ ગામના એક સરખી અટક(કણજારિયા)ધરાવતા બે યુવાન હૈયાઓ જેમાં યુવતીનું નામ જસ્મિતા અને યુવકનું નામ રાજેશ હતું.જે બન્ને એક જ જ્ઞાતિ અને ગામના હોય,પરિચય-સંબંધ પ્રેમમાં ફેરવાયેલ,અને લાંબા સમયના પ્રેમ સંબંધને કારણે બન્ને યુવાન હૈયાઓએ એક-મેકને લગ્ન કરી સાથે જીવન જીવવાના કોલ આપી દીધેલ.
આ વાતની તેઓના માતા-પિતાને જાણ થતાં માતા-પિતાએ યુવક અને તેના પરિવાર સાથે ઝઘડો અને મારામારી કરતાં માં-બાપ સાથે રહેવા તૈયાર ન થતા વિકાસગૃહમાં રહેવા લાગેલ.પરંતુ માં-બાપ તેમના લગ્નને લઈ ઉગ્ર વિરોધમાં હોય,માં-બાપે તેઓને લગ્ન કરતાં અટકાવવા માટે જામનગરની અદાલતમાં દિવાની રહે કાયમી મનાઈ હુકમ મેળવવા દિવાની મુકદમો દાખલ કરેલ.
જે દાવામાં યુવક અને યુવતી તેઓના વકીલ અનિલ જી.મહેતા મારફત હાજાર થઇ માં-બાપની માંગણીનો જવાબ આપેલ,યુવતીના માં-બાપે દિવાની જોગવાઈ મુજબ તેઓના લગ્ન ન થાય તે માટે વચગાળાના મનાઈ હુકમની માગણી કરેલ.જે અરજી ચાલી જતાં યુવક અને યુવતીના પક્ષે બંધારણના આર્ટીકલ મુજબ પુખ્તવયના યુવક-યુવતીને મળેલા મૂળભૂત અધિકારો મુજબ તેઓ ઈચ્છે તે વ્યક્તિની સાથે પોતાનું લગ્ન જીવન વિતાવવા સ્વતંત્ર અને આઝાદ છે,
તેમજ જ્યારે બંધારણીય અધિકારની સામે કોઈ અન્ય ખાસ કાયદાની જોગવાઇઓની તકરાર થાય ત્યારે બંધારણીય જોગવાઇઓ સર્વોપરી છે.તેવી રજૂઆત નામ,સુપ્રીમકોર્ટના ચુકાદાઓને ટાંકીને કરેલી.નામ.સુપ્રિમકોર્ટ દ્વારા ૨૦૦૭માં લતાસિંગ vs સ્ટેટ ઓફ યૂ.પી ના ચુકાદામાં પ્રેમ લગ્નો વિશે અને ભારતના યુવાન નાગરિકોના અધિકારો વિશે જે સિધ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
તેના પર આધાર રાખીને જે દલીલો કરેલી તે દલીલો અને પુરાવાઓ ધ્યાને લઈ નામ.એડી.સિનિયર સિવિલકોર્ટે માં-બાપની મનાઈ હુકમની માંગણી નામંજૂર કરતો હુકમ કરેલ છે.આ કેસમાં યુવક અને યુવતી તરફે વકીલ અનિલ જી.મહેતા સહિતના વકીલો રોકાયેલા છે.