Mysamachar.in-જામનગર:
જામનગરમાં આમ તો ટ્રાફીક સમશ્યા માટે કંઇ કહેવુ એટલે અર્થહીન પીડા ઉભી કરવા જેવુ છે કેમકે જેમની જવાબદારી છે તે સતાવાળાઓ ગાંધારીની ભૂમિકામા રહેવા જાણે ટેવાઈ ગયા છે અને સાત લાખની જનતા એક લાખથી વધુ વાહનોની અવર જવર હજારો વાહનોના પાર્કીંગ મુદે ત્રાહીમામ પોકારી ગઇ છે.
શહેરમાં ભારે વાહનના ગ્રેઇનમાર્કેટ શહેરના આંતરિક વિસ્તાર વગેરેના પ્રતિબંધના સુયોજીત ઉલાળીયા,વન-વે મા બેફામ પ્રવેશ,રસ્તાની સાઇડ પાર્કીંગના અભાવ,ગતિ મર્યાદા અને હોર્ન તીવ્રતાના પાલન નહી,ઠેર ઠેર ઢોરના કારણે સર્જાતા જીવલેણ અકસ્માત,પુરતા રોડ ન હોવા,ટ્રાફિક નિયમન માટે કોઇ સુયોજીત સીસ્ટમ નહી વગેરે અનેક બાબતો રોજની શહેરીજનો માટે શિરદર્દ સમાન છે.
આ તમામ બાબતોની મુખ્યત્વે જવાબદારી કોર્પોરેશન અને પોલીસ વિભાગની છે માટે તે બંને વિભાગના વડા સામે નાગરિકોના અધિકારોના ભંગ,કાયદાની અમલવારી કરાવવામા ઘોર બેદરકારી અને અદાલતના અનાદર અંગે ફરિયાદ દાખલ કરવા એક એડવોકેટએ હિંમત એકઠી કરી પરંતુ મુખ્યમંત્રીએ મંજુરી ન આપી કાયદા પાલનમા બાંધછોડ કરનાર ચમરબંધીને નહી છોડાય તેવુ મુખ્યમંત્રી વારંવાર બોલે છે તે અત્રે નાગરિકોને યાદ અપાવવુ નહી પડે.
એક વર્ષ જેટલો સમય થયો…કોઇ દાદ જ દેતુ નથી
જામનગરના નાગરિકોના હિત માટે સનદી અધિકારીઓ મ્યુ.કમિશ્નર અને એસ.પી.સામે ફરિયાદ દાખલ કરવા એડવોકેટ ગિરિશ સરવૈયા એ અવાજ ઉઠાવ્યો પરંતુ તેમના જણાવ્યા મુજબ એક વર્ષથી વધુ સમયથી અરજી કરી મુખ્યમંત્રીની મંજુરી માંગી છે કેમકે સનદી અધિકારી સામે ફરિયાદ કરવા સરકારની મંજુરી જરૂરી છે પરંતુ ત્યાંથી હજુ મંજુર આવી ન હોઇ આ અત્યંત ગંભીર મુદે ફરીથી મુખ્યમંત્રીને સ્મૃતિપત્ર તેવો લખશે તેમ ઉમેર્યુ છે.