Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બન્ને જિલ્લાની મળીને તમામ પ્રકારે ઉદ્યોગો સુધી દૈનિક જરૂરીયાત કાયદેસર રીતે જોઇએ તો ૪૦૦ એમએલડીથી વધુ છે જે હજુ સુધી તો નિયમીત રીતે દરરોજ વિક્ષેપ વિના પુરી પડાઇ જ શકી નથી કરોડો રૂપીયાના ખર્ચ બાદ પણ તંત્ર સક્ષમ થયુ જ નથી તેવુ તારણ બંને જિલ્લાના મોટા ભાગના ગામો.. નગરો.વિસ્તારોના લોકોના અભિપ્રાય તેમજ લગત સરકારી વિભાગોમાંથી ખાનગી રાહે માહિતી મળતા તારણ નીકળ્યુ છે.
એથી પણ મહત્વનુ એ છે કે દૈનિક પાણી મેળવવાના નાગરીકોના બંધારણીય હકના પણ ભંગ થાય છે કેમકે શહેરી વિસ્તારમા માથા દીઠ ૧૪૦ લીટર અને ગ્રામ્ય વિસ્તારમાં માથાદીઠ ૧૦૦ લીટર પાણી રોજ મળવુ જોઇએ,.પરંતુ બંને જિલ્લાની ૨૧ લાખની વર્ષ ૨૦૧૧ મુજબની વસતી અને હાલ ખરેખર ૨૫ લાખની વસતીને આ હક મુજબ પાણી મળતુ નથી તે બાબત સપ્લાય ના પત્રકો ઉપરથી સ્પષ્ટ થાય છે.
કેટલા દિવસે પાણી વિતરણ થાય છે? તે પત્રકોમાં દર્શાવાયુ જ નહી…….!!! મુળભૂત અધીકારભંગ નુ શુ…?? સચિવને પણ અંધારામા રાખ્યા….!!!!
સચિવ સમક્ષ જે પત્રકો રજુ કરાયા તેમા ક્યા તાલુકા ક્યા નગર અને મહાનગરમા પાણી વિતરણ કેટલા દિવસે થાય છે તે અમુક ચબરાક કર્મચારીઓની આવડતના નમુના રૂપે દર્શાવાયુ જ નથી.આપણે જાણીએ છીએ કે જામનગર સહિત જોડીયાથી બેટ દ્વારકા સુધી જોઇએ તો એકાંતરાથી માંડીને ત્રણ.. ચાર…પાંચ…અને ક્યાંક ક્યાંક આઠ-આઠ કે દસ -દસ દિવસે પાણી લોકોને મળે છે. ખરેખર રોજ શહેરી વિસ્તારમાં માથા દીઠ ૧૪૦ લીટર અને ગ્રામ્યમાં ૭૦ લીટર પાણી મેળવવાનો નાગરીકોનો મુળભૂત અધીકાર છે આ અધીકાર ભંગનુ શુ? ક્યારેય દરેક ૨૫ લાખ નાગરીકોને આ પ્રમાણે રોજ અને નિયત સમયે પાણી મળ્યુ જ ન હોવાનુ ચોંકાવનારી રીતે સમીક્ષકોએ જણાવ્યુ છે,.અને લગત તમામ વિભાગમાંથી અમુક જવાબદારોએ તેના ઘણા કારણો અપી બિનસતાવાર રીતે સ્વીકાર્યુ પણ છે.
માથાદીઠ હક મુજબ નથી આપી શકતા…
પાણી પુરવઠા બોર્ડના કર્મચારીએ આ અંગે વિગત પુછતા ખાનગીમાં સ્વીકાર્યુ છે કે માથાદીઠ ૧૪૦ અને ૧૦૦ લીટર ની જોગવાઇ છે એ વાત સાચી પરંતુ અનેક કારણોસર અમે આ મુળ હક મુજબ પાણી નથી આપી શકતા,તેની સામે અમે શહેરી વિસ્તારોમા માથાદીઠ ૧૦૦ લીટર અને ગ્રામ્યમાં ૭૦ લીટર પહોંચાડીએ છીએ.જો કે ગ્રાઉન્ડ રીયાલીટી જોતા તમામ નાગરીકોને આ ઘટ મુજબનુ પાણી પણ દરરોજ એકસરખા સમયે મળી રહેતુ નથી.