Mysamachar.in-જામનગર
સમગ્ર હાલારમા મળીને પાલતુ માલ ઢોર,પશુ પાલકોના ઢોર ઢાંખર અને રખડતા ઢોર મળીને સાત લાખથી વધુ પશુઓ હેરાન થાય છે કેમકે પુરતુ પાણી કે ચારો પણ નથી જોકે સરકાર તો દુધાળા પશુઓને જ પશુસહાય માટે ગણતરીમા લે છે જોગવાઇ પણ એવી જ છે..પરંતુ તમામ પશુ ને ખોરાક અને પાણી તો જોઇએ જ તે કેમ મળે છે?બીજી તરફ લોકો માટે માથા દીઠ ૭૦ થી ૧૪૦ લીટર પાણી આપવાની કાયદાની જોગવાઇ છે તેને પણ પહોંચી શકાતુ નથી તો વળી માન્ય પશુઓને માથાદીઠ ૩૦ લીટર પાણી તો ફરજીયાત આપવાનુ હોય છે તેની પણ ઘટ છે માટે માન્ય પશુ તે સિવાયના દરેક પશુ હેરાન છે અને ગરમીમા વધુ પાણી જોઇએ તેની સામે નિયત પણ આપી શકાતુ નથી હા,પાણી સમિતિની મીટીંગમા ચર્ચા કરી જોગવાઇઓ ની સુચના આપવામા આવે છે.
ગત ચોમાસાના નબળા વરસાદથી જમીનમા પુરતી લીલોતરી ઉગી નથી અને જે ઉગી હતી તે પુરી થઇ ગઇ છે,.હાલ રૂ. ૮૦ થી ૧૮૦ સુધી મણના જુદા જુદા ચારાના ભાવ છે તે ખેડૂત કે પશુપાલકો ને પોષાય નહી અને પશુ ભુખ્યા રહે તેવી સ્થિતિ પેદા થઇ છે.
વળી માન્ય -નોંધાયેલી -રજીસ્ટર્ડ ગૌશાળા કે પાંજરાપોળને જ સહાય અપાય છે ત્યારે છેલ્લા દાયકામા જરૂરીયાત વધતા અનેક સેવાભાવી ગૃપોએ ગાય સહિતના ઢોરની સેવા કરવા માંદા અપંગ પશુના વાડા,ગૌશાળા ખોલાયા છે તેમના નિભાવ માટેની સમશ્યા મોટી છે
અમુક ગૌશાળા સંચાલકોએ જણાવ્યુ છે કે અમુક અમુક દાન મળે છે તેવા લોકોના આભારી છીએ પરંતુ તેનાથી તમામ માલ ઢોરના નિભાવ થતા નથી એટલું જ નહી ખાસ નળ જોડાણ કે અવેડાઓની ખામી જાહેર સ્થળોએ પાણી નથી આવી તમામ સ્થિતિમા અમો લાચારીમા મુકાયા છીએ કે અમે સૌ અબોલ જીવ માટે ચોમાસા સુધીના દિવસો કેમ પસાર કરીશુ? એવો નિસાસા સાથે સો મણ નો સવાલ કરે છે
એકંદર માણસોને પાણી ની તકલીફ છે તેમ પશુઓ પણ હાલાકીમા હોય ગંદા અને ગટરના પાણીમા પણ મોંઢા નાંખી તરસ છીપાવા ભટકતા જોવા મળે છે,દેખીતુ છે કે પાણી ની તકલીફ થી લોકો નુ આરોગ્ય જોખમાય છે તેવી જ રીતે પશુઓ પણ બિમારી ના ભોગ બને છે,.જામનગર અને દ્વારકા જિલ્લાના અછતગ્રસ્ત અર્ધ અછતગ્રસ્ત વિસ્તારોમા પાણી,ચારો,રોજગારી વગેરે સહાયસંપુર્ણપણે દરેક લાભાર્થી સુધી પહોંચે તેની તાતી જરૂર છે.
અછતગ્રસ્ત ને શું આપવાનુ છે
અછતગ્રસ્તના નિયમો અનુસાર અછતગ્રસ્ત જાહેર થયા પછી દરેક પશુધારકને પશુદીઠ પશુકાર્ડ બનાવવા, 5 કિલોમીટર ની ત્રીજયામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવા ત્યાંથી પશુધારકોને સસ્તા ભાવે ઘાસ આપવાનું હોય છે, જે જે ગામોમાં ગૌશાળા હોય તે રજીસ્ટર થયેલી હોય તો ત્યાંના દરેક પશુદીઠ રોજના 35 રૂપિયા આપવાના થાય છે,પાંજરાપોળ, ઢોરવાળા ખોલવાના હોય છે,રોજગાર માટે દરેક ગામમાં રાહતકામો ચાલુ કરવાના હોય છે, પૂરતા પાણીની વ્યવસ્થા કરવાની (અંદાજે એક વ્યક્તિદીઠ રોજના 15 થી 20 લીટર પાણી) હોય છે,આવી બાબતો જેવી કેટલીયે બાબતો સરકારે યુદ્ધના ધોરણે કરવાની હોય છ બન્ને જિલ્લાઓમાં આવી વ્યવસ્થા નહિવત જેવી છે, ઉલ્લેખનીય છે કે દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના ખેડૂત ભાઈઓ, માલધારીઓ, પશુ પાલકો, નાગરિકો, ખેડૂત સંગઠનો, સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો દ્વારા દ્વારકા પ્રાંત અધિકારી સમક્ષ તાજેતરમાં હક્ક અને અધિકાર માટે રજૂઆત પણ કરવામાં આવી હતી.