Mysamachar.in-જામનગર:
ગઈકાલ સુરતની ઘટના બાદ તંત્રની આંખ ઉઘડી છે,અને એકાએક દોડાદોડી કરી અને ટ્યુશન કલાસીસ બંધ કરાવવા ટીમો આજે સવારથી નીકળી પડી છે, ત્યારે જામનગરમાં પણ ફાયરના એનઓસી વિના એકપણ ટ્યુશન કલાસ ચાલવા ના દેવાની કમિશ્નરની તાત્કાલિક સુચનાને પગલે આજે વહેલી સવાર થી મનપાની ફાયર સહિતની છ ટીમો ટ્યુશન કલાસીસ ચેકિંગ કરવા માટે નીકળી પડી હતી,જો કે મોટાભાગના ટ્યુશન કલાસો બંધ જોવા મળ્યા હતા,
ગઈકાલ સુરતમાં જે દુખદ ઘટના બની તેનાથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે,અને રાજ્યભરમાં કોમ્પ્લેક્ષ અને તેમાં ચાલતા ટ્યુશન ક્લાસો ની ફાયર સેફ્ટી મુદ્દે સરકાર સફાળી જાગી હોય તેમ અત્યાર સુધી બધું ભલે ચાલી ગયું પણ હવે ના ચાલે તે માટે રાજ્યભરમાં ફાયરવિભાગના એનઓસી વિનાના રૂફટોપ ટ્યુશન કલાસીસ ને તાત્કાલિક અને જ્યાં સુધી ફાયરનું એનઓસી ના મળે ત્યાં સુધી બંધ કરવાના આદેશની જામનગર કમિશ્નર દ્વારા પણ અમલવારી જામનગર શહેરમા શરુ કરી દેવાઈ છે,જેના ભાગરૂપે આજે સવારથી મનપાના કુલ છ વિભાગોની ટીમો બનાવી અને ચેકિંગ સાથે જે ટ્યુશન કલાસીસ ચાલુ હોય તે બંધ કરાવવામાં આવ્યા છે.આજે મનપા દ્વારા સવારથી અલગ અલગ વિસ્તારોમાં કુલ ૨૫ થી વધુ ટ્યુશન કલાસીસ ચેકિંગ કરવામાં આવ્યા હતા જે ચેકિંગમા કોઈપણ ટ્યુશન ક્લાસ ચાલુ મળી આવ્યા નહોતા આજના આ ચેકિંગમા મનપાની ફાયર,એસ્ટેટ,ટીપીઓ,પોલીસ સહિતની ટીમો જોડાઈ હતી..અને ચેકિંગ હાથ ધરાયું હતું,ફાયર ઓફિસર ના જણાવ્યા મુજબ જ્યાં સુધી એનઓસી નહિ ત્યાં સુધી ક્લાસો ચાલુ નહિ થાય…
આમ સુરતની ઘટના પરથી બોધપાઠ લઈને મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે,પણ લોકો એવું પણ જણાવે છે કે ના માત્ર કલાસીસ શહેરની કેટલીક ખાનગી હોસ્પિટલો,રેસ્ટોરન્ટ,હોટેલો વગેરેમાં પણ ફાયર સેફટીની શું સુવિધા છે તે ચકાસવાની પણ ટીમે જરૂર છે અન્યથા ટ્યુશન કલાસીસ સલામત રહેશે અને બીજા સ્થળોએ આવી દુર્ઘટના બનશે તો તંત્ર ની નિષ્ક્રિયતા સામે આવશે..