Mysamachar.in-જામનગર:
જામનગરમા ગેરકાયદેસર બાંધકામો અંગે થઇ રહેલા સેટીંગની સ્ફોટક વિગતો ખુલ્લી પડી રહી છે..અને વાંચકો,વ્યુઅર્સો,વિશ્ર્લેષકોએ ખાનગી રાહે વિગત આપવાનુ શરૂ કર્યુ છે…તેના ઉપરથી અનુમાન થઇ રહ્યુ છે કે આ ફીલ્ડનું ટર્ન ઓવર ઘણુ છે અને લાભાર્થીઓ પણ ઘણા છે.તેવા mysamachar.in ના સમગ્ર અહેવાલોનો એવા ઘેરા પડઘા પડ્યા છે કે મગતરાઓ તો ઠીક "માથા"ઓ ના અનઅધીકૃત “પથારાઓ" રેકર્ડ ઉપર કેમ “સગેવગે" થાય તેની મથામણ શરૂ થઇ ગઇ છે..જે માટે"ચોક્કસ" અધિકૃત સ્થળે એક ખાસ મીટીંગ એ પણ તાકીદની યોજાઇ હોવાનુ ચર્ચાય છે. કેમકે જંગી નાણા રોકાણનો મામલો હોવાનુ અમુક આંતરિક સુત્રો શક્યતા જણાવે છે.
mysamachar.in ના અહેવાલમા ભારપુર્વક ટાંકવામા આવ્યુ હતુ કે અમુક તો એવુ પણ જાણે છે કે ક્યા ગેરકાયદે બાંધકામ કે દબાણ કે સેટીંગની જાણ થયા બાદ કોણે કોણે અરજી કરેલી છે જેમા આશ્ર્ચર્ય થાય તેવા નામો સામે આવે તેવુ અનુમાન છે કે અરજી કરી વિગત મંગાય છે,તપાસ મંગાય છે બાદમા બધુ જ "ટાઢુ" પડી જાય છે તેમ સુત્રોનુ કહેવુ છે.આ સમગ્ર મામલો એક ઝુંબેશના રૂપમાં ચલાવવાની વ્યુઅર્સમાંથી ખાનગી રીતે માંગ ઉઠી છે.તે દિશામા સઘન સંશોધનાત્મક પત્રકારીત્વ માટેની ડીમાન્ડ પુર્ણ કરવા હજુ વિગતો પુરી પાડવા જાણકારોને આહવાન પણ છે.
આ બાબતના ઘેરા પડઘા ધાર્યા કરતા વધુ ઉંડા અને વધુ ઉંચા એટલે કે છેક પાટનગર સુધી પહોંચ્યા હોવાના અહેવાલો સુત્રોમાંથી મળે છે…કેમકે "અમુક" ને"અમુક" જગ્યાએ પદ્મનામિત કરાવવામા "અમુક" ના ખુબ મોટા "ઇન્વેસ્ટમેન્ટ" હોય છે..હવે થયુ એવુ કે નાના મધ્યમ અને મધ્યમ થી સહેજ મોટા માંચડાવાળા કદાચ બહુ "ઉપર"સુધી ન પહોંચી શકે પરંતુ જે "મદદ" મેળવી સડસડાટ ઉપર પહોંચ્યા છે તેઓની "કૃપા" હેઠળ પથરાયેલો સમગ્ર પથારો સુરક્ષિત રહે તે માટે ગમે તે કરી છુટવાની તૈયારી રાખવામા આવતી હોય છે .
ખાસ કરીને એકતરફ જ્યારે અનઅધીકૃત બાંધકામના મામલે ધાર્યા કરતા વધુ મોટુ રેકેટ હોઇ ,તે અંગેના સચોટ અને ચોટદાર અહેવાલ ની વણથંભી શૃંખલા અંગે અંદાજ આવી જતા જ્યા વધુ અસર થાય તેમ છે તેવા પથારા રેકર્ડ ઉપર સમા-નમા કરવા મથામણ અને કસરત તેમજ કવાયતના હવાલા અમુકને સોંપાયાનુ પણ અનુમાન છે,સમગ્ર મામલામાં કઇ સાંકળ ક્યા અને કઇ કડી ક્યા જોડાયેલી છે તે દરેક ની જાણમાં ન હોઇ પરંતુ આ ક્ષેત્રમા તલસ્પર્શી તપાસથી એ જાણવુ અઘરૂ પણ નથી.
આ તમામ શક્યતાઓ ધ્યાને લઇ ફર્સ્ટ કેડર,હાઇ કેડર અને સાદી ભાષામા મોટા રોકાણકારોના અનઅધીકૃત કારનામાઓ બચાવી લેવા અને બચાવી રાખવાની કવાયતનો પ્રથમ તબક્કો હાથ ધરાયો હોવાની બાબત અંગેની ચર્ચાએ હાલ એકંદર જોર પકડ્યુ છે કેમકે આ બાબત ઉજાગર થવા લાગે તો "ઘર"ના પણ "ઘર્રાટી" કરવા લાગે તે ભીતી પણ મુળ વિસ્ફોટ ની ભીતી સાથે વધુમા લગત ને સતાવે છે.આ તમામ ચર્ચાઓ ને જો ધ્યાને લઇએ તો હવે જોવાનુ એ છે કે આ વ્યાપક ગેરરિતિને સમીનમી કરવા કાગળ ઉપર કેવા કારસા રચાય છે.
પાટનગરથી પણ સપોર્ટ મેળવવા શક્યતા વિચારાઇ…
જયારે કોઇ મેટર ઘાટી થઇ જાય ત્યારે "ઉપરથી" મદદ લેવી પડે કેમ કે અમુક વખતે સ્થાનિક મોટી કે ઘાટી મેટરના રક્ષાકવચ માટે ઉપર "પ્રસાદ" એકયા બીજા સ્વરૂપે પહોંચતો હોય છે અને મુસીબત સૌ ને એક કરી દે છે….તે ઉક્તિ મુજબ આ સંવેદનશીલ મામલે લગત લોકોએ ગંભીરતા લઇ "સક્ષમ"ના શરણ લીધાનુ પણ જાણકારો અનુમાન કરે છે. જે માટે બાંધકામ નિયમમા કંઇ ફેરફાર કે સુધારા અથવા ઇમ્પેક્ટ જેવુ કંઇ ગતકડુ જે કંઇ થઇ શકે તેમજ સ્થાનિક વિશાળ સતાઓના ઉપયોગ કરી થોડુ ઘણુ કેમ સમુ-નમુ થઇ શકે તે તમામ શક્યતાઓ વિચારણામા લેવાઇ હોય તો નવાઇ નહી…