Mysamachar.in-જામનગર:
મગફળીકાંડ, તુવેરકાંડ, ખાતરકાંડ વગેરે એક પછી એક કૌભાંડ કરી ભાજપ સરકાર અને તેના મળતીયાઓ અને મંત્રીઓ ગુજરાતના મહેનતકશ ખેડૂતો જગતના તાતને વારંવાર છેતરી રહી છે. ત્યારે કૃષિમંત્રી તંત્રના બચાવમાં એવું નિવેદન આપે છે કે ખાતરની બેગમાં ભેજ ઊડી ગયો એટલે બેગનું વજન ઘટ્યું, ત્યારે ખુદ GSFCના MD જવાબદાર અધિકારી ખુદ સ્વીકાર કર્યું છે કે ખાતરની બેગમાં વજનમાં ગરબડ થઈ છે.ગુજરાત સરકાર સંચાલિત GSFCના DAP ખાતરમાં જ ભેજ આવે અને વજન ઓછું આવે ત્યારે સવાલ એ થાય છે કે ઈફ્કોની DAPની બેગમાં વજન કેમ ઘટતું નથી.
કૃષિમંત્રી નાઇટ્રોજન ભેજ ઉડી ગયો એટલે બેગનુ વજન ઘટ્યું તેવા હાસ્યાસ્પદ નિવેદન કરી ખેડૂતોએ જે ૩૦૦ થી ૧૫૦૦ ગ્રામ ખાતર ઓછું મળતું હોવાની ફરિયાદ સામે કૃષિમંત્રીને ચેલેન્જ છે કે ૧૦(દસ) બોરી ખાતર પેક કરી ત્રણ મહિના પછી તેનો વજન જો તેમાંથી નાઇટ્રોજન અને ભેજ ઉડી જાય તો પંચ રોજકામ કરી બતાવે અન્યથા કૃષિમંત્રી તરીકે રાજીનામું આપે અને અમો સાબિત કરી બતાવી શકે નાઇટ્રોજન કે ભેજના કારણે વજન ઓછું થતું નથી, તેવો સવાલ જામનગર કોંગ્રેસના પ્રવક્તા ભરત વાળાએ કર્યો છે.