Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં વૃદ્ધ નિરાધાર વિધવા વગેરે મળીને ૨૨૫૩૪ મહિલાઓ લાભાર્થીઓ છે, પરંતુ કોઇને કોઇ કારણસર તેઓને સહાય નિયમીત મળતી નથી, ત્યારે તે સિવાય નવી ૧૩૬ અરજીઓ આવી છે તે મહિલાઓને તો ક્યારે સહાય મળશે તેવી ચિંતામા તેઓ ટળવળે છે કેમકે તંત્ર પાસે તેઓના સ્થળ તપાસનુ કામ બાકી છે જોકે રાબેતામુજબ ઉચ્ચ અધીકારીએ લગતને આ કામ જલદી કરવા તાકીદ કરી છે.
વૃદ્ધ નિરાધાર વિધવા માટે સરકાર સહાય આપે છે પરંતુ જ્યારથી બેંક થ્રુ પેમેન્ટ કરવાનુ શરુ કર્યુ છે ત્યારથી અનેક કારણોસર સહાય મળવામા વિલંબ થઇ રહ્યાની ફરિયાદો સામે આવતી રહે છે, તેમાં વળી આધારકાર્ડ બેંક ખાતા સાથે લીંક ન હોય તો સહાય બંધ થઇ જાય છે,અનેક મહિલાઓને આ વાતની ખબર પણ નથી તો અનેક પાસે આધાર કાર્ડ પણ નથી. ત્યારે તંત્ર સંપુર્ણપણે મદદ કરવાના દ્રષ્ટિકોણથી તે તમામને માર્ગદર્શન આપવામાં અનેક કારણોસર ઉણુ ઉતરે છે જોકે કલેક્ટર કચેરીની સામાન્ય શાખાએ ખાત્રી આપી છે કે બેંક પ્રકિયા પુરી થાય એટલે બાકી રહેતી તમામ રકમ એક સાથે આપી દેવાશે.
ઉલ્લેખનીય છે કે વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનામા સમાજ સુરક્ષા દર માસે રૂ.૫૦૦ ની સહાય આપે છે અને વિધવા સહાયમાં દર માસે રૂ.૧૦૦૦ ની સહાય મળે છે.ત્યારે વૃદ્ધ સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય મેળવવા માટેની અરજીઓ તો સતત તંત્રને મળતી રહે છે તેમાં બંને મળીને ૧૩૬ અરજીઓ પેન્ડીંગ છે અને માત્ર સ્થળ તપાસ બાકી હોવાથી સહાય મંજુર થઇ નથી માટે આ મહિલાઓ સહાય માટે ટળવળે છે જો કે આ બાબત ઉજાગર થઇ હોય એક મહિનામાં કાર્યવાહી પુરી કરવા ઉચ્ચઅધિકારીએ લગતને તાકીદ કરી છે. ત્યારે સમાજ સેવકોનુ કહેવુ છે કે રાબેતા મુજબની આ તાકીદ બાદ કેટલુ ઝડપી કામ થાય છે?