Mysamachar.in-જામનગર:
ગઈકાલે રાજકોટ જીલ્લાના જેતપુરમા જે રીતે ખાતર કૌભાંડ સામે આવ્યું છે,તેના તાર જામનગર GSFC સુધી નીકળવાની પણ ખેડૂત અગ્રણીઓ શંકા વ્યક્ત કરી રહ્યા છે,અત્રે વાચકોને એ યાદ અપાવવું જરૂરી છે કે DAP ખાતરનો એકમાત્ર પ્લાન્ટ જામનગરના સિક્કા નજીક આવેલ છે,જેને GSFC એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર એન્ડ કેમિકલ્સ લીમીટેડના નામથી ઓળખવામાં આવે છે, અને આ પ્લાન્ટમાથી સમગ્ર રાજ્યમાં DAP ખાતરનો જથ્થો સપ્લાય થાય છે,તેમ મેનેજર ગાંધી જણાવે છે.
GSFC એ ગુજરાતના પશ્ચિમ કિનારે સિક્કા, જામનગર ખાતે ભારતમાં પ્રથમ DAP ખાતર સંકુલ સ્થાપ્યો છે. તેના પ્રથમ દાયકા દરમિયાન હસ્તગત કરવામાં આવેલી, તકનીકી તેમજ ઇજનેરી સંસાધનો અને તેનાં વિસ્તરણ અને વૈવિધ્યતાના વ્યૂહને આગળના ચાર દાયકામાં ફેલાવવા અને પ્રોત્સાહિત કરવામાં ઉદ્દીપક બની છે.એક તરફ દુષ્કાળની સ્થિતિ એવામાં જગતનો તાત સિંચાઇના પાણી માટે ફાંફા મારી રહ્યો છે,તો રાજ્યમાં ખેડૂતોને સ્પર્શતા સીધા જ કૌભાડો એક બાદ એક સામે આવી રહ્યા છે, પહેલા તુવેર, મગફળી અને બારદાનમાં જબ્બર કૌભાંડ પછી સૌરાષ્ટ્રમાં જેતપુરના ડેપોમાં ખાતર કૌભાંડનો પર્દાફાશ થતાં ખેડૂતોમાં રોષ વ્યાપી જતા સરકારને અંતે મામલો ગરમાયેલો જણાઈ આવતા તપાસના આદેશો આપવાની ફરજ પડી છે. કોંગ્રેસ કિસાન સેલ અને ખેડૂતોનો આક્ષેપ છે કે ૫૦ કિલો ખાતરની એક બોરીએ ૫૦૦ થી ૭૦૦ ગ્રામ ઓછું ખાતર ઓછુ મળી રહ્યું છે,આ મામલામાં રાજ્યવ્યાપી તપાસના આદેશ થયા છે. તો બીજી તરફ જેતપુરમાં બોરીમાંથી ખાતર ઓછું હોવાનો તંત્રએ એકરાર કર્યા છે.
જેતપુરમાં GSFCના ડેપોમાં ગઈકાલથી જ ખેડૂતોએ ખાતર ખરીદ્યા બાદ ૫૦ કિલોની બોરીમાં ૫૦૦ ગ્રામ વજન ઓછું હોવાના મુદ્દે શંકા વ્યક્ત કરી હતી.ખેડૂત અગ્રણી પાલ આંબલિયાએ જણાવ્યું કે ખાતરની બોરીઓમાં ઓછું વજન જણાતા વધુ એક વખત કિસાનો સાથે છેતરપીંડી થઈ છે. જાગૃત કિસાનોએ ખરીદી કરી લીધી છે તેમને ઓછું ખાતર મળ્યું છે તેનું શું ? તેમણે ડેપોમાં પડેલા ૫,૦૦૦ બોરી ખાતરના જથ્થાને સીલ કરવા માંગ સાથે જવાબદારો સામે આકરા પગલાની પણ માંગ કરવામાં આવી છે,જો કે આ મામલે GSFCના વડોદરા સ્થિત પીઆરઓ કે.આર યાદવે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે અમારી ટીમોને તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે,અને તપાસના રીપોર્ટ બાદ જરૂરી કાર્યવાહી કરી શકાશે તેમ માધ્યમોને જણાવ્યું હતું.