Mysamachar.in-જામનગર
શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલા એક ટુરઓપરેટર સાથે જગન્નાથપૂરી ગયેલા ૩૭૫ જેટલા જામનગરીઓ ફસાયા હોવાની માહિતી આજે સવારે મળી છે,જેમાં પુરીથી ૨૦ કિલોમીટર દુર કોલકતા હાઈવે પર વાવાઝોડાના કારણે ટ્રેનો રદ થયા બાદ યાત્રિકો ફસાયાનું જાણવા મળે છે,જામનગરથી તારીખ ૧૭ એપ્રિલના રોજ ટ્રેન દ્વારા આ તમામ લોકો જામનગરથી રવાના થયા હતા,અને આજે ટ્રેન મારફતે જ પરત ફરવાના હતા,પણ અચાનક ટ્રેનો રદ થઇ જતા તમામ લોકો અધવચ્ચે ફસાઈ ચુક્યા ના અહેવાલો વહેતા થયા બાદ તંત્ર પણ હરકતમા આવ્યું છે,
જે લોકો ફસાઈ ચુક્યા છે તેમાં જામનગરની માહિતી કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા કિશોરભાઈના પત્ની અને કાકા-કાકી સહિતના ૩૭૫ જામનગરના જયારે ૭૫ રાજકોટ અને અમદાવાદના યાત્રિકો નો સમાવેશ થાય છે,જો કે આ રીતે જામનગરના લોકો ફસાયા હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે પહેલા તો સાવ અજાણ જ હતું,બાદમાં આ અંગેના સમાચારો માધ્યમોમા પ્રકાશિત થયા બાદ સફાળા જાગેલા તંત્રએ આ બાબતનો સ્વીકાર કરી અને જ્યાં જામનગરના સ્થાનિકો છે,ત્યાંના વહીવટી તંત્ર સાથે સંકલન સધાયા બાદ કલેકટર રવિશંકરે ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે મીડિયાને સંબોધન કર્યું હતું,
કલેક્ટર રવિશંકરે જણાવ્યું કે કોઈ જાનમાલની નુકશાની નથી અને જામનગરના વહીવટી તંત્ર દ્વારા જે જગ્યાએ જામનગરના લોકો ફસાયા હોવાની વાત હતી ત્યાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે પણ સંકલન સાધીને લોકો જામનગર પહોચે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે,ત્યારે આ મામલે સીએમ કાર્યાલય અને ડીજીપી કાર્યાલયમા થી પણ જીલ્લાના વહીવટીતંત્ર સાથે આ બાબતે જરૂરીસૂચનાઓ આપવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું.
આમ જામનગરના વહીવટીતંત્રએ મીડિયાસમક્ષ જણાવ્યું કે જામનગરથી જે લોકો જગન્નાથપૂરી સહિતનીયાત્રામાં ગયા છે તે સુરક્ષિત છે અને હાલ તેને જામનગર પહોચાડવા માટે કાર્યવાહીઓ હાથ ધરાઈ રહી છે.અને અંતે જીલ્લા કલેકટરે જામનગરના તમામ લોકો સહીસલામત અને સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.