Mysamachar.in-જામનગર:
જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મસૂદ અઝહરને વૈશ્વિક આંતકી જાહેર કર્યાની ખુશીમાં આજે ઉજવણીનો કાર્યક્રમ રાખીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા,દરમ્યાન એક મહિલાને ફટાકડો અડી જતાં મહિલા હેબતાઈ જતા અર્ધબેભાન અવસ્થામાં તાત્કાલિક પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને અન્ય મહિલા કાર્યકરો આ મહિલાને હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી,જ્યાં મહિલાની સ્થિતિ સામાન્ય હોવાનું તેમજ તે દાઝી ના હોવાનું શહેર પ્રમુખ હસમુખ હિંડોચાએ એક નિવેદનમાં જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક દાયકાના પ્રયાસો બાદ આતંકી સંગઠન જૈશ-એ-મહમ્મદના વડા મસુદ અઝહરને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો છે.જેમાં ભારતને મોટી સફળતા મળેલ છે,જેને લઈને ભાજપ દ્વારા ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે જામનગરમાં આ ઉજવણી સમયે ફટાકડા ફોડવાના કારણે ધૂમધડાકા થતા આવો બનાવ બન્યો હતો.જેને લઈને થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.