Mysamachar.in-જામનગર:
જામનગરમા આવેલ કેટલીક ખાનગી શાળાઓ તગડી ફી વિદ્યાર્થીઓ પાસેથી વસુલ કર્યા બાદ નફો રળી લેવા વિદ્યાર્થીઓના ભાવી સાથે ગંભીર ચેડા કરી રહી હોવાની માહિતી સુમાહિતગાર સુત્રોમાંથી મળી રહી છે,અમુક ખાનગી શાળાઓ પોતાને ઓનપેપર ઓછો ખર્ચ બતાવવો પડે અને વધુ નફો રળી શકાય તે માટે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શિક્ષકોનો કોન્ટ્રાક્ટ બરોબર એટલે કે થર્ડપાર્ટીને આપી રહ્યાનું સામે આવ્યું છે,જેમાં શાળાસંચાલકને પોતાની ઈમારત સામે સીધો જ વકરો મળી જાય છે,અને અન્ય કાઈ કરવાનું રેહતું નથી.
મુખ્યત્વે સાયન્સ અને કોમર્સ ફેકલ્ટીમા અભ્યાસક્રમ પૂર્ણ કરાવવા સુધીની જવાબદારી કોન્ટ્રાક્ટરો ને આપી દેવામાં આવે છે,અને આ રીતે જે-તે શાળાઓ પોતાના ક્વોલિફાઇડ શિક્ષકો સિવાય અન્ય શિક્ષકો પાસેથી શૈક્ષણિક કામગીરી લઈને વિદ્યાર્થીઓના ભાવી સાથે પણ ગંભીર ચેડાઓ કરી રહી છે,
જાણવા તો એવું પણ મળી રહ્યું છે કે કોન્ટ્રાક્ટના શિક્ષકોમાં અમુક ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓંના શિક્ષકો પણ આવી નફા રળતી ખાનગી શાળાઓમાં ફરજ બજાવવા પહોચે છે,ત્યારે આ મામલો જામનગર શહેર અને જિલ્લામાં તપાસ માંગી લેતો છે,અને જો શિક્ષણ વિભાગ આકસ્મિક તપાસણી કરી અને દંડો પછાડે તો કેટલીય શાળાઓમાંથી આ ભોપાળું ખુલ્લું પડી જાય તેમ છે.
આ મામલે થશે તપાસ..D.E.O
જામનગર જીલ્લા શિક્ષણાધિકારી ડોડીયાની આ મામલે પ્રતિક્રિયા લેવામાં આવતા તેવોએ કહ્યું કે ખરેખર જે-તે શાળાઓએ પોતાના નોંધાયેલ શિક્ષકોની યાદી કચેરીને આપવાની હોય છે,પણ આ રીતે કોન્ટ્રાક્ટબેઇઝ શિક્ષકો લાવીને જો કોઈ ચલાવતું હોય તેની તપાસણી કરી અને યોગ્ય પગલા લેવાશે તેમ તેવોએ જણાવ્યું હતું.