Mysamachar.in-જામનગર:
સરકારના ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતીની લીઝ મામલે બ્લોક બનાવીને ઈ-ટેન્ડરીંગ પદ્ધતિ દાખલ કરીને પારદર્શક વહીવટના દાવા સામે તંત્ર દ્વારા જ સરકારને બુચ મારવા માટે માથે રહીને રેતી ચોરી કરાવતા હોવાની વારંવાર ફરિયાદ ઉઠવા છતાં સરકાર પગલા ભરતી ન હોવાથી ગુજરાતમાં ઘણા સ્થળોએ પ્રજામાં આ મામલે નારાજગી છે અને આ નારાજગી જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પણ જોવા મળે છે,
લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ ખનીજ માફિયા તત્વો મેદાનમાં આવીને તંત્રના નાક નીચે જ ખુલ્લેઆમ રેતી ચોરી ફરીથી શરૂ કરી દેવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે અને હવે તો જોડિયા તાલુકામાં વહેલી સવારે 5 થી 6 રેતી ચોરી કરવાનું શરૂ કરીને સવારના 9 થી 10 વાગ્યે સુધી બેખોફ ડમ્પરો મારફત રેતી ચોરીના રેકેટનો સિલસિલો ફરીથી શરૂ થયો છે,જેમાં ભાદરા,બાદનપર,આણદા મોરાણા અને ધ્રોલ તાલુકાના નથુવડલા,માવાપર નદી વિસ્તારમાં આ કારસ્તાન કરવામાં આવી રહ્યું છે,આમ ધ્રોલ-જોડીયામાં રેતીચોરી ચાલતી હોવાનું સૌ કોઈને ખ્યાલ છે,ત્યારે જો સ્થાનિક તંત્રથી માંડીને જિલ્લાના તંત્રને નક્કર કામગીરી બજાવીને દરોડા પાડવાની ઈચ્છા થાય તો ઉપરોક્ત સ્થળોએ કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી લોકોમાં માગણી છે.