Mysamachar.in-જામનગર:
આજે સંકટમોચન હનુમાનજી જયંતી છે…ત્યારે જામનગર મધ્યે લાખોટા તળાવની પાળ પર આવેલ બાલાહનુમાન મંદિર લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે,આ મંદિરમાં છેલ્લા ૫૫ વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે..જેને ગીનીશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ બે વખત સ્થાન પ્રાપ્ત થઇ ચૂક્યું છે.જામનગરના તળાવની પાળ પર વર્ષ ૧૯૬૪ માં સંતશ્રી પ્રેમભીક્ષુજી મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલ બાલાહનુમાન મંદિર જામનગર અને ગુજરાત જ નહિ પણ દેશવિદેશથી આવતા ભાવિકો માટે પણ આસ્થાના કેન્દ્રસમું છે.અહીના દર્શનનો લાભ લેવો એ ભાવિકોના મતે એક લ્હાવા સમાન છે,મંદિરની વિશિષ્ટતા એવી પણ છે કે જે દિવસથી મંદિરની સ્થાપના થઇ ત્યારથી અહી ૩૬૫ દિવસ ૨૪ કલાક અને ગમે તેવી ઋતુ કેમ ના હોય શ્રી રામ જય રામ જય જય રામ..ની અખંડ રામધૂન ચાલી રહી છે.જેને કારણે આ મંદિરને થોડાવર્ષો પૂર્વે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ બે વખત સ્થાન મળી ચૂક્યું છે,અને જેને જામનગરના ગૌરવમાં પણ વધારો કર્યો છે.ત્યારે હનુમાન જયંતિ નિમિતે મંદિરનો આજનો આ VIDEO છે જોવા જેવો…