Mysamachar.in-જામનગર:
લોકસભા અને જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચુંટણી દરમિયાન પોલીસ,હોમગાર્ડઝ અને જીઆરડી ના જવાનો પેટ્રોલિંગ અને બંદોબસ્ત ની કાર્યવાહી મા જોડાયેલ હોય છે,ત્યારે ફરજ પર રોકાયેલા આ જવાનો પણ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી શકે તે માટે આજે જામનગર જીલ્લા પોલીસ્ હેડક્વાર્ટર ખાતે પોલીસ અને જીઆરડીના જવાનોનું પોસ્ટલ બેલેટ થી મતદાન નોડલ ઓફિસર સહિતના અધિકારીઓની હાજરીમાં સવારથી શરૂ કરવામાં આવ્યું છે,આજે યોજાઈ રહેલા આ મતદાનના કાર્યક્રમમા ૧૫૪૭ પોલીસ અને જીઆરડી જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને ૨૩ એપ્રિલ ના રોજ પોતાની ચુંટણી ફરજ અદા કરશે.