mysamachar.in-જામનગર
હિન્દી ફિલ્મ જગતના જાણીતા પ્રોડ્યુસર એ જામનગરના ઉદ્યોગપતિ અશોક લાલ સાથે આર્થિક વ્યવહાર કર્યા બાદ આપેલા રૂપિયા ૧૦ લાખના ૯ ચેક અશોકભાઈ લાલ દ્વારા બેંકમાં નાખવામાં આવ્યા હતા,પણ તમામ ૯૦ લાખની રકમના ૯ ચેક પરત ફરતા અંતે અશોકભાઈએ આ મામલે નેગોશીએબલ એક્ટ હેઠળ ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી વિરુદ્ધ ફરિયાદ કરતાં આજે રાજકુમાર ને કોર્ટ મુદતમાં હાજર થવું પડ્યું હતું,આ મામલે વધુ મુદત માટે ૨૩ મેં તારીખ અદાલત દ્વારા મુકરર કરવામાં આવી છે.ફરિયાદી અશોકભાઈ લાલ તરફે વકીલ પિયુષ ભોજાણી અને ભાવિન ભોજાણી રોકાયા છે.