Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.એચ.છત્રાળા નું આજે અવસાન થતા તેમના પરિવાર અને મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ મા શોકનું મોજું ફરી વળ્યું છે,ડી.એચ.છત્રાળા ખુબ જ મળતાવડા સ્વભાવના અને લોકોના પ્રશ્નોને લઈને સીધો જ સંપર્ક ધરાવતા હતા,તેવોને બ્રેઈન હેમરેજ થતા સારવાર કારગત નીવડે તે પૂર્વે જ નિધન થયું છે.