Mysamachar.in-જોડિયા:
જોડિયા નજીક આજે વહેલી સવારે ગેસ ભરેલ ટેન્કર એકાએક પલ્ટી મારી જતા ભારે ભાગદોડ મચી ગઈ હતી અને રસ્તા વચ્ચે જ ટેન્કર પલ્ટી મારી જતા કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળે પોલીસ દોડી જઈને વધુ કાર્વાહી હાથ ધરી છે,
અકસ્માતના બનાવની વિગત એમ છે કે જામનગર ખાનગી રીફાઈનરી કંપનીમાંથી LPG ગેસ ભરીને ટેન્કર મથુરા તરફ જઇ રહ્યું હતું, ત્યારે જોડિયા નજીક આવેલ જામદુધઈ પાસે આ ગેસ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી,પરંતુ ગેસ લીકેજ થતા આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી અને ભારે ભાગદોડ મચી હતી. કોઈ જાનહાનિ ન થાય તે માટે ત્યાંથી પસાર થતા વાહનો માટે ડાયવર્ઝન કાઢીને જોડીયા પોલીસ દ્વારા હાલ તો કામગીરી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.