Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવસે ને દિવસે દિવલા ડોનનો આતંક વધી રહ્યો છે,ત્યારે પોલીસે તેને આગવી ઢબે કાયદાનો પાઠ શીખવવા ની બદલે માત્ર ફરિયાદો નોંધી ને સંતોષ માની રહી હોય તેમ લાગી રહ્યું છે,
એવામાં ગઈકાલે વધુ એક વખત દીવલા ડોનએ પોતાના લખણ ઝળકાવ્યા છે અને ગઈકાલે વ્હોરાના હજીરા નજીક હોમગાર્ડના જવાનો પેટ્રોલિંગમા હતા ત્યારે દિવલો ત્યાં આવી પહોચ્યો હતો,અને ફરજ પરના હાજર હોમગાર્ડના જવાનો ને કહેલ કે શું તમે પોલીસ છો.?તેમ કહી હોમગાર્ડ પાસે રહેલી લાકડી ઝૂંટવી લઇ અને માર માર્યો હતો,અને જો જવાનો પોલીસ ફરિયાદ કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી,
જે બાદ બને જવાનોને ઇજાઓ પહોચતા બનેને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યા હતા,જે બાદ આશિષ મકવાણા એ આ અંગે ની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમા દિવલો ડોન અને તેની સાથે ના બે અજાણ્યા ઇસમો વિરુદ્દ્ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.