Mysamachar.in-જામનગર:
ધ્રોલ નગરપાલિકામાં હાલ તો ભાજપનું શાસન છે, તેવામાં ગઈકાલે મહિલા સદસ્યના પતિએ ચીફ ઓફિસરને ધમકી આપતો વિડીયો વાયરલ થયા બાદ આ મામલો પોલીસમાં પહોંચ્યો છે અને મહિલા સદસ્યના પતિ સામે અંતે ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે,
આ ચકચારી કિસ્સાની વિગત એમ છે કે, ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં.૩ના મહિલા સદસ્ય ગાયત્રીબા ગોહિલના પતિ દિનેશસિંહ ગઇકાલે નગરપાલિકા કચેરીએ જઈને એક અરજદારના BPL કાર્ડ કાઢવા મામલે ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલ સાથે રકજક કર્યા બાદ ઉગ્ર થઈને “તું મારો બાપ છો..? ઘોદા મારી દઉં એવો છું.. ” તેવા ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કરીને ચીફ ઓફિસર સાથે ગેરવર્તન કર્યાનો વિડિયો વાયુવેગે વાઇરલ થતા ભારે હોબાળો મચી ગયો હતો.
દરમ્યાન આ મામલે ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલએ ધ્રોલ પોલીસ મથકે દોડી જઈને પોતાને ધમકી આપ્યા અંગે મહિલા સદસ્યના પતિ દિનેશસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે ધ્રોલ નગરપાલિકાના રાજકારણમાં આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.