Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને હવે ભારે રાજકીય ગરમાવો આવશે, ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજથી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ હોય કોઈ પણ પક્ષના કે અપક્ષ ઉમેદવારી ફોર્મ લઈને તા.૪ ના ૩:૦૦ વાગ્યા સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ત્યારે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ તરીકે ૨૩ ઉમેદવારો મતો તોડવાના રાજકીય ગણિત સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવીને સારા એવા મતો મેળવ્યા હતા.
જામનગર લોકસભા ચૂંટણીની રસપ્રદ વિગતો એવી છે કે, કોંગ્રેસમાંથી વિક્રમ માડમને ૩,૦૯,૧૨૩ અને ભાજપના પુનમબેન માડમને ૪,૮૪,૪૧૨ મતો મળતા મોટી લીડથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ મુખ્યપક્ષો ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય કોમી એક્તા પાર્ટી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટીના મળીને કુલ ૨૫ જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જેમાંથી મોટાભાગના અપક્ષ ઉમેદવારો ક્યાંકને ક્યાંક ભાજપ અથવા કોંગ્રેસને નુકશાન કરવા માટે ઉભા રાખ્યા હોવાથી ચર્ચાનો વિષય બન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત લોકસભાની ચૂંટણીમાં ઊભા રહેલ આ ૨૩ અપક્ષ ઉમેદવારોએ ૫૨,૫૨૦ જેટલા મતો મેળવ્યા હતા અને ૩૪૬ જેવા મતો રદ થયા હતા. ત્યારે ૬૫૮૮ જેટલા લોકોએ નોટાનો ઉપયોગ કર્યો હતો,
આમ ગત લોકસભાની ચુંટણીમાં ૨૩ જેટલા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જેની સામે આ વખતે પણ લોકસભાની ચૂંટણી લડવા માટે અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટવાની પૂરી સંભાવના વચ્ચે આજ થી જ ઉમેદવારી ફોર્મ ઉપાડીને ભરવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે તા.૮ પછી જ કેટલા ઉમેદવારો લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં છે તેનો ખ્યાલ આવશે.
૨૦૧૪ લોકસભાના ઉમેદવારોની યાદી:
ક્રમ | ઉમેદવારનું નામ | પક્ષ | મળેલ મતો |
૧ | આહિર વિક્રમભાઇ અરજણભાઇ માડમ | ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ | ૩૦૯૧૨૩ |
૨ | પુનમબેન હેમતભાઇ માડમ | ભારતીય જનતા પાર્ટી | ૪૮૪૪૧૨ |
૩ | સમા યુસુફ | બહુજન સમાજ પાર્ટી | ૮૨૩૪ |
૪ | કાસમભાઇ | રાષ્ટ્રીય કોમી એકતા પાર્ટી | ૧૨૫૪ |
૫ | ઝાલા રાજેન્દ્રસિંહ | આમ આદમી પાર્ટી | ૪૯૧૧ |
૬ | સૈયદ અબુબકર ઇબ્રાહીમ | સમાજવાદી પાર્ટી | ૯૪૦ |
૭ | ચંદ્રવિજયસિંહ તખુભા રાણા | અપક્ષ | ૮૭૬ |
૮ | ચાવડા અશોકભાઇ નાથાભાઇ | અપક્ષ | ૭૪૪ |
૯ | જીતેશ બાબુભાઇ રાઠોડ | અપક્ષ | ૭૦૬ |
૧૦ | ધનજીભાઇ લાલજીભાઇ રાણેવાડીયા | અપક્ષ | ૭૭૭ |
૧૧ | ધારવિયા વલ્લભભાઇ | અપક્ષ | ૧૦૪૩ |
૧૨ | નારીયા પ્રવિણભાઇ વલ્લભભાઇ | અપક્ષ | ૧૮૧૧ |
૧૩ | પઢીયાર લાલજીભાઇ કારાભાઇ | અપક્ષ | ૧૧૮૮ |
૧૪ | પંડ્યા ચિરાગભાઇ હરિઓમભાઇ | અપક્ષ | ૧૫૪૧ |
૧૫ | બથવાર નાનજીભાઇ | અપક્ષ | ૩૬૬૭ |
૧૬ | મામદ હાજી બોલીમ | અપક્ષ | ૮૫૯૬ |
૧૭ | પોપટપુત્રા રફીક અબુબકર | અપક્ષ | ૫૮૧૧ |
૧૮ | પાલાણી અલી ઇશાક | અપક્ષ | ૩૯૪૬ |
૧૯ | નોળે જાવીદભાઇ ઓસમાણભાઇ | અપક્ષ | ૧૨૪૭ |
૨૦ | વાણિયા ગાંગજીભાઇ | અપક્ષ | ૭૯૫ |
૨૧ | સચડા હબીબ ઇશાભાઇ | અપક્ષ | ૮૧૯ |
૨૨ | સુથાર હંસાબેન હરસુખભાઇ ગોરેચા | અપક્ષ | ૫૯૨ |
૨૩ | સુમરા આમદભાઇ નુરમામદભાઇ | અપક્ષ | ૭૬૦ |
૨૪ | સોઢા સલીમભાઇ નુરમામદભાઇ | અપક્ષ | ૮૮૫ |
૨૫ | સફીયા મામદભાઇ હાજીભાઇ | અપક્ષ | ૧૩૭૭ |
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.