Mysamachar.in-જામનગર:
પુરુષો સાથે જુગાર રમવામાં મહિલાઓ પણ પાછળ રહી ન જાય તેમ જામનગરમાં પોલીસની ટુકડી જુગારની બાતમીને આધારે દરોડા પાડવા ગઈ ત્યારે પુરુષોની સાથે ૪ મહિલા પણ તીનપત્તીનો જુગાર રમવામાં મશગુલ હોય, પોલીસે રોકડ રકમ સાથે મહિલા સહિત ૭ શખ્સોને પાના ટીચતા ઝડપી લીધા હતા અને એક શખ્સ ફરાર થઈ જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે,

જુગારના દરોડાની વિગત જાણે એમ છે કે જામનગરના પાણાખાણ નજીક મયુર નગરમાં પ્રજાપતિની વાડી પાસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે LCBની ટીમે દરોડા પાડ્યા ત્યારે મંજુબેન મનસુખભાઇ પંચાસરા, નલિનીબેન બાબુભાઇ કોટડીયા, રસીલાબેન કિશોરભાઈ રાંદલપરા, સલમાબેન સિરાજભાઈ, સિરાજભાઈ હાજીભાઈ, ગણેશ કેશવજીભાઈ પાટલીયા, દિનેશ સવજીભાઈ પારેવડા વગેરે જાહેરમાં જુગાર રમતા હોય રોકડ ૪૨૫૦ સાથે ઝડપી લેવામાં આવ્યા, દરમ્યાન અજય કેશુભાઈ સિતાપરા પોલીસને જોઈને નાસી જતા ગુન્હો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.