Mysamachar.in-જામનગર:
વિશ્વભરમાં તમાકુનો ઉપયોગ એક જીવલેણ મૃત્યુનું અગત્યનું કારણ બનેલ છે. જેના કારણે વિશ્વમાં દર વર્ષે ૭ મિલિયન લોકોના કરૂણ મૃત્યુ થાય છે. ભારત આખા વિશ્વમાં તમાકુના ઉત્પાદનમાં ત્રીજા નંબરે છે તથા તમાકુના ઉપયોગ માં વિશ્વમાં બીજા નંબરે છે અને તમાકુના કારણે દર વર્ષે લગભગ ૧.3 મિલિયન લોકોના મૃત્યુ થાય છે,
જેમાં બાળકો, યુવાનો અને મહિલાઓનો મહત્વનો હિસ્સો છે. આમ ભારતના નાગરિકોએ તમાકુના વપરાશ સામે વધુને વધુ જાગૃત થવાની જરૂર છે. તમાકુ વપરાશને કારણે ૧૦૦ પ્રકારના કેન્સરના દર્દનો ભોગ બનનાર નાગરિકોની સારવાર પાછળ દેશની આર્થિક સંપતિ મોટા પ્રમાણમાં વપરાય છે અને દેશનો જીડીપી વિકાસદર નીચો રહે છે,
રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન, ન્યુ દિલ્હી તથા વોલેન્ટરી કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન ઇન ધ ઈન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન, ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૨૬/૦૩/૧૯ મંગળવારના સવારના ૧૦:૩૦ કલાકે હોટેલ વિશાલ ઇન્ટરનેશનલ, એરપોર્ટ રોડ, જામનગર મુકામે ટોબેકો ઉત્પાદનનો વપરાશ ઘટાડવા અને ટોબેકો દ્વારા થતા રોગો સંબંધે આમ જનતાની જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનારમાં પ્રવેશ વિનામૂલ્યે છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.