Mysamachar.in-જામનગર:
આજની કોમ્પ્યુટર, મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનમાં આજના બાળકોને પર્યાવરણ અને પ્રકૃતિ સાથેનો લગાવ પણ ઘટી રહ્યો છે. અત્યારની સ્થિતિ જોતાં આવનારી પેઢીને ચકલીઓ માત્ર ફોટામાં જ જોવા મળે તો નવાઈ નહીં,
આ વાત એટલા માટે કે આજે “વિશ્વ ચકલી દિવસ” છે અને આ દિવસ માત્ર દિવસ પૂરતો જ સીમિત રહ્યો હોય તેમ એટલા માટે લાગી રહ્યું છે કે એક સમય હતો કે આંગણે કલરવ કરતી ચકલીઑ જોવા મળતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી શહેર તો શહેર પણ ગામડાઑ માંથી પણ ચકલીઓ લુપ્ત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે જામનગરમાં કેટલાક પક્ષીપ્રેમીઓ લુપ્ત થતી ચકલીઓને બચાવવા પ્રયાસો કરી રહ્યા છે,ચકલીના અસ્તિત્વને ટકાવી રાખવા કુંડા તેમજ માળા અભિયાન ચલાવવામાં આવે છે.
આજે પણ વિશ્વ ચકલી દિવસ નિમિતે જામનગરના કુદરત ગ્રુપ અને લાખોટા નેચર કલબ દ્વારા હષૅદભાઇ ભટ્ટના સહયોગથી ૮૦૦ માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યમાં ફિરોજખાન પઠાણ (કુદરત ગ્રુપ), સુરજ જોશી , કાર્યકારી પ્રમુખ, વિશ્વાસ ઠકકર, મનિષ ત્રિવેદી, અંકુર ગોહીલ, નવીનકુમાર સિંગ, કિશોરભાઇ પીઠડીયા, ભગીરથ ગોંડલીયા, જયેશ જોશી, માલાબેન સહિતના પર્યાવરણ પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.