Mysamachar.in-જામનગરઃ
જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસ પોતાનો કબજો જાળવી રાખવા છાશ પણ ફુકીને પીવે છે…હાલ કોંગ્રેસ પક્ષમાં ૩૦ થી દાવેદારોએ બેઠક પર દાવેદારી કરી છે.જેમાં પક્ષ તમામ પાસાઓ અને પરીબળોને ધ્યાને લઈને કલ્પેશ હડીયલની પસંદગી કરે તેવી પ્રબળ શકયતાઓ છે. આ બેઠક પર અગાઉ કોંગ્રેસમાંથી રાધવજી પટેલ અને બાદ કોંગ્રેસમાંથી વલ્લભ ધારવિયાએ જીત મેળવી હતી.
આમ આ બેઠક કોંગ્રેસની હોવાની માન્યતા સાથે તેમાં કબજો જાળવી રાખવા આ વખતે ઉમેદવારની પસંદગી તમામ પરીબળોને ચકાસીને નકકી કરશે. જેમાં તમામ દાવેદારોની રેસમાં આગળ કલ્પેશ હડીયલનુ નામ નિશ્ચિત હોવાનું સૂત્રો માને છે અને તેના પસંદગીના કરવાના કારણો જોવામાં આવે તો લોકસભાની ટીકીટ પાટીદારને મળે તો આ બેઠક પર ઓબીસીને આપવાની શકયતા પ્રબળ છે.જેમાં કલ્પેશ હડીયલની પર પસંદગી કરી શકે તેવી શક્યતાએ ભારે જોર પકડ્યું છે,
કોંગ્રેસ ફરી આ બેઠકનો કબજો જાળવી રાખવી માટે કલ્પેશ હડીયલને ચુંટણીના મેદાનમાં ઉતારશે તેવા સંકેતો જોવા મળે છે. અને આ બેઠક પર ઓબીસી સમાજના ઉમેદવારને તક આપીને બેઠક જાળવી રાખવા એડી ચોટીનું જોર લગાવશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.