Mysamachar.in-જામનગર:
નાનીના ઘરે આવેલી દોહિત્રી સાથે પાડોશમાં રહેતા શખ્સે ગેરવર્તન કર્યા બાદ ઘરની બહાર નીકળીને નાનીએ પાડોશી શખ્સને ટપારતા છૂટી કાચની બોટલના ઘા કરીને દલિત વૃધ્ધાની હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ જામનગરમાં સામે આવ્યો છે,
હત્યાના આ બનાવની વિગત જાણે એમ છે કે જામનગર ધરારનગર પાસે આવેલ વૈશાલીનગરમાં રહેતા ૬૦ વર્ષના જયાબેન પરમારના ઘરે તેમની પુત્રીની પુત્રી આવી હતી અને તે ફળિયામાં ઊભી હોય, ત્યારે પાડોશમાં રહેતા સંજય પરમાર અગાસી પરથી ગેરવર્તન કરતા દોહિત્રીએ હોબાળો મચાવ્યો હતો. આ સાંભળીને જયાબેન ઘરની બહાર નીકળીને સંજય પરમારને ઠપકો આપતાં ઉશ્કેરાયેલા સંજય પરમારે અગાસી ઉપરથી જ છૂટી કાચની બોટલોના જયાબેન પર ઘા કરતા ગંભીર રીતે ઘાયલ થયેલ જયાબેનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું,
જામનગરમાં હોળીના તહેવાર દરમિયાન દલિત પરિવારમાં આ બનાવ બનતા ભારે શોકનું વાતાવરણ છવાયું છે. ત્યારે પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને સંજય પરમારને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.