Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાની લોકસભાની ચૂંટણી આગામી ૨૩ એપ્રીલના રોજ યોજાનાર હોય ચુંટણીને ધ્યાનમાં રાખીને આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. કેન્દ્વીય ચુંટણીપંચે આચારસંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે જરૂરી સુચનાઓ જાહેર કરી છે. જેને દરેક નાગરીકોએ ધ્યાનમાં લેવાની જરૂર છે,
લોકસભાની ચુંટણી દરમ્યાન આચારસંહિતા અમલમાં હોય કોઈ ઉમેદવાર કે તેનો એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર, ચુંટણી સંબંધિત સામગ્રી જેવી કે ચોપાનિયા, ભીંત-ચિત્રો સાથે તે વાહનમાં રૂપિયા ૫૦ હજાર કરતા વધુ રોકડ રકમ લઈ જતાં મળે તો અથવા વાહનમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂપિયા ૧૦ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો કે અન્ય ગેરકાનુની વસ્તુઓ લઈ જવાતી હશે અને જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય તો તેને તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવશે. આ તપાસ અને જપ્તની સમગ્ર ઘટના વિડીયો ટુકડી દ્વારા સ્થળ પર જ VIDEO/CCTVમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વિડીયો સીડીની નકલ દરરોજ ચુંટણી અધિકારીને મોકલવામાં આવશે.
કોઈ વાહનમાં રૂ.૧૦ લાખથી વધુ રોકડ મળે અને તે અંગે કોઈ ગુન્હાખોરી અથવા કોઈ ઉમેદવાર કે એજન્ટ કે પક્ષના કાર્યકર સંકળાયેલા હોવાની શંકા ન હોય તો સ્થાયી દેખરેખ ટુકડી(SST) રોકડ જપ્ત કરશે નહી અને આવકવેરા સંબંધી કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવા માટે એ માહિતી આવકવેરા અધિકારીને પહોંચાડશે.આમ ચૂંટણીને લઈને બનાવવામાં આવેલ વિવિધ સ્કવોડ જિલ્લાના ખૂણેખૂણા પર ચાંપતી નજર રાખશે તેવું લાગી રહ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.