mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા પંચાયતમાં જ્યારથી ડીડીઓ તરીકે પ્રશસ્તિ પરીકે ચાર્જ સંભાળ્યો છે,ત્યારથી તેવો શિસ્તબદ્ધ રીતે કર્મચારીઓ પાસેથી કામ લઇ રહ્યા છે,તેવામાં મનરેગા ના કામમાં ગોબાચારી કરનાર ત્રણ ઇસમોને તપાસના અંતે ફરજમોકૂફ કરી દેવામાં આવ્યા છે,
મળતી વિગતો પ્રમાણે જોડીયાના બોડકા ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડું ઉતારવાના કામમાં હાજરી પત્રકમા ખોટી હાજરીઓ પુરાવીને ગેરીરીતી આચરીને ૫૯૫૨૪/-ની ઉચાપત થયા અંગે જોડીયાના તત્કાલીન ટીડીઓ દ્વારા આ મામલે તપાસ કરી અને તપાસ અહેવાલ જીલ્લા વિકાસ અધિકારીને રજુ કરતાં તાત્કલિક ધોરણે આ ગેરરીતિમાં સંડોવાયેલા ત્રણેય ઇસમોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે,
બોડકા ગામે મેટ તરીકે કામગીરી કરતાં સોલંકી સંજય વિનુભાઈ તેમના ભાભી ભાવનાબેન નરેશભાઈ સોલંકી જે આશાવર્કર પીએચસી પીઠડ,તથા તેમના પત્ની વર્ષાબેન સંજયભાઈ સોલંકી કે જેઓ આંગણવાડી હેલ્પર હોય જેવોએ તળાવ ઊંડું ઉતારવાના કામમાં ખોટી હાજરી પુરીને સરકારની વિવિધ કચેરીમાં માનદવેતન પર હોવા છતાં ખોટી હાજરી વડે મહેનતાણા પેટે રૂપિયા ૫૯૫૨૪/- ની ઉચાપત પણ કરી હતી.
ઉચાપત થયેલ રકમ રિકવરી કરી અને ત્રણેય ને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે,આમ ડીડીઓ ના કડક પગલાથી અન્ય ગેરરીતી કરનારાઓ માટે દ્રષ્ટાંતરૂપ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.