Mysamachar.in-જામનગર:
લોકસભાની ચુંટણીનું બ્યુગલ ફૂંકાઈ જતાં ક્યાંક ને ક્યાંક બને મુખ્યપક્ષોમા લોકસભાનો માહોલ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,જામનગર બેઠક પર વર્ષ ૨૦૧૪ મા યોજાયેલ લોકસભાની ચુંટણીમાં ભાજપના પુનમબેન માડમ જંગી મતોથી વિજેતા થતા કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમની હાર થઇ હતી,
હવે ૨૦૧૯ ની ચુંટણી છે ત્યારે જામનગર ભાજપમાં પુનમબેન માડમને રીપીટ કરવામાં આવશે તેવી પુરેપુરી શકયતાઓ હોવાનું સુત્રો જણાવે છે,જયારે કોંગ્રેસમાંથી કોણ હજુ સુધી નક્કી નથી, પરંતુ આ બેઠક પાસ કન્વીનર હાર્દિક પટેલ અથવા અન્ય કોને લડાવવી તે અંગેની મથામણ ચાલી રહી છે.
પણ જામનગર બેઠકનો કેવો છે ઇતિહાસ તેના પર નજર કરવામાં આવે તો આ લોકસભા બેઠક ક્યારેય કોઈ એક પક્ષના કબજામાં રહી નથી અને આ બેઠકનો સિનારિયો કાયમીને માટે બદલાતો રહ્યો છે, અહી ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપનો હાથ પણ ઉંચો રહ્યો છે.
વર્ષ ૧૯૫૨ થી માંડીને વર્ષ ૨૦૧૪ સુધી આં બેઠક પર ક્યાં ઉમેદવાર અને ક્યાં પક્ષને મળી જીત…
• ૧૯૫૨: જેઠલાલ હરિકૃષ્ણ જોષી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (બોમ્બે રાજ્યના મધ્ય સૌરાષ્ટ્ર બેઠક તરીકે)
• ૧૯૫૭: મનુભાઈ શાહ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (બોમ્બે રાજ્યના મધ્ય સૌરાષ્ટ્ર બેઠક તરીકે)
• ૧૯૬૨: મનુભાઈ શાહ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
• ૧૯૬૭: એન.દાંડેકર,સ્વતંત્ર પાર્ટી
• ૧૯૭૧: દોલતસિંહ જાડેજા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
• ૧૯૭૭ : વિનોદભાઇ શેઠ, જનતા પાર્ટી
• ૧૯૮૦: દોલતસિંહ જાડેજા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઈન્દિરા)
• ૧૯૮૪: દોલતસિંહ જાડેજા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
• ૧૯૮૯: ચંદ્રેશ પટેલ, ભારતીય જનતા પાર્ટી
• ૧૯૯૧: ચંદ્રેશ પટેલ, ભારતીય જનતા પાર્ટી
• ૧૯૯૬: ચંદ્રેશ પટેલ, ભારતીય જનતા પાર્ટી
• ૧૯૯૮: ચંદ્રેશ પટેલ, ભારતીય જનતા પાર્ટી
• ૧૯૯૯: ચંદ્રેશ પટેલ, ભારતીય જનતા પાર્ટી
• ૨૦૦૪: વિક્રમભાઈ માડમ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
• ૨૦૦૯: વિક્રમભાઈ માડમ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
• ૨૦૧૪: પુનમબેન માડમ, ભારતીય જનતા પાર્ટી
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.