Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા આજે વહેલી સવારે મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ સંકુલ નજીક શિપિંગ અને હોટેલ બિઝનેસના વ્યવસાય સાથે સંકળાયેલા નામાંકિત વ્યક્તિ પર બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે,
વાત એવી છે કે જામનગરના અંબાવિજય સોસાયટીમા વસવાટ કરતાં અને વરુણ શિપિંગ અને હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા જામનગરના જાણીતા એવા રાકેશભાઈ બારાઈ નામના વ્યક્તિ પોતાના નિત્યક્રમ પ્રમાણે આજે સવારના સુમારે જામનગર મહાનગરપાલિકા ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ્ નજીક હતા, ત્યારે બાઈક પર આવેલા બે શખ્સો જેને મો પર માસ્ક પહેરલ હોય, તેવો આવીને સીધો જ રાકેશભાઈ પર પાઈપ જેવા હથિયારોથી હુમલો કર્યો હતો, જેને કારણે રાકેશભાઈને હાથને ભાગે ગંભીર ઇજાઓ પહોચી છે,
રાકેશભાઈ પર હુમલો કરતાં સમયે હુમલાખોર શખ્સો તારે હોટેલ ચલાવવી છે કે કેમ તેમ કહી અને ગાળાગાળી પણ કરેલ હતી, રાકેશભાઈને હાથને ભાગે વધુ ઇજાઓ પહોચતા તેવોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,રાકેશ બારાઈ એ પોતે પોલીસને આપેલા નિવેદનમાં એવું પણ જણાવ્યું છે કે તેવોને દ્વારકામાં હોટેલ રાજધાની સિદ્ધાર્થ બારોટ નામના રીટાયર્ડ ડીવાયએસપીના પુત્ર સાથે ભાગીદાર હોય અને બંને વચ્ચે છેલ્લા છએક માસથી ભાગીદારીની બાબતે મનદુઃખ ચાલી રહ્યું અને સિદ્ધાર્થ બારોટ ના કહેવાથી તેમના પર આ હુમલો થયાનું તેવોએ તેમના નિવેદનમાં નોંધાવ્યું છે,
સીટી-એ ડીવીઝન પોલીસ દ્વારા ૩૨૫ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી અને વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે,અને પ્રતિષ્ઠિત વ્યાપારી પર આવા હુમલાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.