Mysamachar.in-જામનગર:
એક તરફ હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી, તો બીજી તરફ જામનગરમાં ગટરના ગંદા પાણીની મોકાણ શરૂ થતા આજે જામનગર જીલ્લાપંચાયતના ઉપપ્રમુખની આગેવાનીમાં સ્થાનિકો મોટી સંખ્યામાં મનપા ખાતે પાણીની ગંદી બોટલો લઈને રજૂઆત અર્થે દોડી આવ્યા હતા,
વાત એવી છે કે ગુલાબનગર વિસ્તાર, સિન્ડીકેટ સોસાયટી તથા પીપરીયાની વાડી વિસ્તાર તથા અન્ય વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરનું પાણી સાથે આવે છે. ઘણા સમયથી ખરાબ પાણી આવવાથી આ વિસ્તારમાં માણસોને આરોગ્યની રીતે પેટમાં દુખાવાના અને ચામડીના રોગો થઇ રહ્યાનું પણ સામે આવ્યું છે,
વારંવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પગલા ભરવામાં આવતા ના હોય આજે આ ત્રણેય વિસ્તારના સ્થાનિકો જામનગર જીલ્લાપંચાયતના ઉપપ્રમુખ વશરામ રાઠોડ સહિતના લોકો ગંદા પાણીની બોટલો લઈને મનપા કચેરી ખાતે પહોચ્યા હતા અને આસિસ્ટન્ટ કમિશ્નરને યોગ્ય પગલા લેવા માટે રજૂઆત કરી હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.